For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના 500 સૌથી શક્તિશાળી વ્યક્તિમાં 16 ભારતીયો

By Super
|
Google Oneindia Gujarati News

mukesh-ambani
500 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદી તાજેતરમાં ફોરેન પોલીસી મેગેઝીન દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં 143 અમેરિકનો અને 16 ભારતીયો છે. આ યાદીને જોતા એવું લાગી રહ્યું છે કે, દરેક 14 મિલિયનમાંથી માત્ર એકની પસંદગી કરવામાં આવી છે. અત્યંત પ્રતિષ્ઠિત મેગેઝીનનું આ યાદી સંદર્ભે કહેવું છે કે, તેઓ એવી વ્યક્તિને પસંદ કરે છે, જેની પકડ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત હોય અને તે રાજકારણ, ફાઇનાન્સ, મીડિયા, એનર્જી, વારફેર અને ધાર્મિકમાંથી હોય

આ યાદીમા પેલેસ્ટાઇન ઓથોરિટી વેસ્ટ બેન્કના પ્રેસિડેન્ટ મહેમુદ અબ્બાસ ટોપ પર છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આ યાદીમાં 15માં ક્રમાંકે છે, આ યાદીમાં તેઓ પહેલા ભારતીય છે અને બીજા એશિયન છે, તેમના પહેલા જાપનના યુકિયા અમાનો છે. પાકિસ્તાન આર્મીના ચીફ અશફાક પરવેઝ કયાની, સયૈદ હાસિમ રઝા ઝૈદી(કરાચી એડમિનિસ્ટ્રેટર) પણ આ યાદીમાં છે.

આ ઉપરાંત ફોરેન પોલીસી મેગેઝીનના 500 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં તિબેટના ધાર્મિક ગુરૂ દલાઇ લામાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 77 વર્ષિય દલાઇ લામાનું નામ સૌથી પાવરફૂલ અને ધનિક લોકો અને યુએસ પ્રમુખ બરાક ઓબામા સહિતના લોકો સાથે યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાઇનિઝ નેતા ક્ષી જિનપિંગ, લિ કેઇપીઆંગ, ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુએન સેક્રેટરી જનરલ બાનકી મૂનનું નામ પણ આ યાદીમાં જોડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ યાદીમાં 143 અમેરિકનો, 16 ભારતીયો અને 30 કરતા વધારે ચીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

English summary
500 most powerful individuals on the planet, that means just to pick one in every 14 million. the prestigious Foreign Policy magazine in its latest issue have done it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X