For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશઃ 18 વર્ષની યુવતીને જીવતી સળગાવી, કોર્ટે 16 જણાને આપી ફાંસીની સજા

બાંગ્લાદેશમાં એક છોકરીની હત્યા મામલે કોર્ટે 16 જણને ફાંસીની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશમાં એક છોકરીની હત્યા મામલે કોર્ટે 16 જણને ફાંસીની સજા સંભળાવી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં 18 વર્ષની નુસરત જહાં રફીને અમુક લોકોએ મદરસાની છત પર જીવતી સળગાવીને મારી નાખી હતી. ઘટનાના 10 દિવસ બાદ પીડિતાના પરિવારવાળાએ આ બાબતે ફરિયાદ કરી હતી. પરિવારે સોનાગાજી ઈસ્લામિયા ફાઝિલ મદરસાના પ્રિન્સિપાલ એસએમ સિરાજુદ્દૌલા સામે યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો.

SC

ઢાકા ટ્રિબ્યુનની સમાચાર અનુસાર આરોપીઓએ 6 એપ્રિલે પીડિતાને આગના હવાલે કરી દીધી હતી જેના ચાર દિવસ બાદ યુવતીનુ ઢાકા મેડીકલ કોલેજ હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતુ. ઘટના બાદ આખા બાંગ્લાદેશમાં લોકોએ આના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ. લોકોએ છોકરી માટે ન્યાયની માંગ કરી હતી. ત્યારબાદ પ્રશાસને દોષિતો સામે કાર્યવાહી કરવી પડી. આ કેસમાં સુનાવણી કોર્ટમાં 61 દિવસો સુધી ચાલી ત્યારબાદ બાંગ્લાદેશના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો આપીને કોર્ટે 16 જણને આ કેસમાં દોષિત ગણીને તેમને ફાંસીની સજા સંભળાવી છે.

જે લોકોને આ કેસમાં દોષિત ગણવામાં આવ્યા છે તેમાં સ્કૂલ પ્રશાસનના પૂર્વ સભ્ય, શિક્ષક અને અમુક શિષ્યો શામેલ છે. બધા 16 આરોપીઓને કોર્ટે દોષિત ગણાવ્યા છે અને તેમને વુમન એન્ડ ચિલ્ડ્રન રિપ્રેશન પ્રિવેન્શન એક્ટ 200ના સેક્શન 4(1)/30 હેઠળ ફાંસીની સજા સંભળાવવામાં આવ છે. આ સાથે દોષિઓ પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે, આ પૈસા નુસરતના માતાપિતાને આપવામાં આવશે. કોર્ટના ચુકાદા બાદ નુસરતના ઘરવાળાનુ કહેવુ છે કે તે આ ચુકાદાથી ખુશ છે અને આના માટે તેમણે પ્રધાનમંત્રી શેખ હસીનાનો આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ Swiggyમાં કર્યો ઑર્ડર, મુસ્લિમ ડિલિવરી બૉય હોવાના કારણે ના સ્વીકાર્યુઆ પણ વાંચોઃ Swiggyમાં કર્યો ઑર્ડર, મુસ્લિમ ડિલિવરી બૉય હોવાના કારણે ના સ્વીકાર્યુ

English summary
16 sentenced to death for murder of a 18 year old girl in Bangladesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X