ખોદકામમાં મળ્યો બે હજાર વર્ષ જૂનો અનોખો 'ખજાનો'!

એક ખોદકામમાં વિશેષજ્ઞોને 2 હાજર વર્ષ જૂની લાકડાનું એક 'લેટ્રેન' એટલે કે જાજરૂ મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા સમય બાદ પણ આ જાજરૂ એકદમ દુરસ્ત હાલતમાં છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ લેટ્રેનને રોમન જમાનાની બતાવવામાં આવી રહી છે જેને સંભવત: સૈનિક કામમાં લેતા હતા.
લાકડાના આ અનોખા જાજરાને નોર્થબરલેંડ નામના શહેરના વિંદોલંદા કિલ્લાની હદ્રિયાન દીવારની નજીક શોધવામાં આવ્યું હતું. જોકે આની પહેલા પણ પત્થર અને માર્બલનું જાજરૂ મળ્યું છે પરંતુ લાકડાનું આટલું જૂનું જાજરૂ પહેલીવાર મળ્યું છે.
વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જાજરૂની ચારેય બાજું માટીનું પેકિંગ હોવાના કારણે તે આટલા વર્ષો સુધી પણ એકદમ સારી હાલતમાં છે.












Click it and Unblock the Notifications
