અમેરિકાઃ સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર પ્લેન ક્રેશ, બેના મોત

સમાચારપત્ર સેન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ અનુસાર ભારતીય સમયાનુસાર શનિવારે 12.07 વાગ્યે એશિયાના એરલાઇન્સની ઉડાન સંખ્યા 214 દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. વિમાનમાં 291 યાત્રી અને ચાલકદળના 16 સભ્યો સવાર હતા. બે લોકોના મોત નીપજ્યા અને 82ને ક્ષેત્રીય હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. દુર્ઘટનામાં વિમાન ઉપરી ભાગમાંથી સંપૂર્ણપણે બરબાદ થઇ ગયું છે. વિમાન પાછળના ભાગથી અલગ થઇ ગયું હતું.
એક એન્જીન સંભવતઃ તૂટી ગયુ. વિમાનના ભાગો રનવે પર વિખેરાઇ ગયા. આપાતકાલીન ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય હાથમાં લીધું હતું. દુર્ઘટનાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. એક જાસૂસી એજન્સીએ કહ્યું કે આતંકવાદી વારદાતના સંકેત મળ્યા નથી. સેન ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું કે ઇજાગ્રસ્તોમાં 49ની સ્થિતિ ગંભીર છે.












Click it and Unblock the Notifications
