નેન્સી પેલોસીની યાત્રા દરમિયાન ચીનના 21 લડાકૂ વિમાન તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘૂસ્યા
યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવના સ્પીકર નેન્સી પેલોસી પરિણામોની ચીનની ચેતવણીને અવગણીને આખરે તાઈવાન પહોંચી ગયા.
તાઈપેઈઃ યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવના સ્પીકર નેન્સી પેલોસી પરિણામોની ચીનની ચેતવણીને અવગણીને આખરે તાઈવાન પહોંચી ગયા. પેલોસીને લઈ જતુ યુએસ એરફોર્સનું એરક્રાફ્ટ યુએસ યુદ્ધ જહાજો વચ્ચે તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચ્યુ, ફાઈટર પ્લેન એલર્ટ મોડ પર છે. જો કે, આ સમય દરમિયાન ચીને તેની સૈન્ય તાકાત બતાવી અને તેના 21 ફાઇટર પ્લેન સંરક્ષણ રેખામાં ઘૂસીને તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશી ગયા. જો કે આ દરમિયાન અથડામણ ટાળવામાં આવી હતી. બેઇજિંગના સ્ટેટ મીડિયાએ મંગળવારે રાત્રે અહેવાલ આપ્યો હતો કે ચીની ફાઇટર જેટ તાઇવાન સ્ટ્રેટને પાર કરી ગયા છે.

સ્ટેટ ટીવી સીજીટીએનએ જણાવ્યુ કે, 'ચીની સુખોઈ-35 ફાઈટર જેટ તાઈવાન સ્ટેટને પાર કરી રહ્યા છે.' યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની આ ટાપુની મુલાકાતને લઈને તણાવ વધી ગયો છે. પેલોસી 25 વર્ષમાં આ ટાપુની મુલાકાત લેનાર સર્વોચ્ચ રેન્કવાળા અમેરિકન રાજકારણી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે પહેલા ચીનના એસયુ-35 ફાઈટર જેટને ચીન તરફથી સંવેદનશીલ તાઈવાન સ્ટ્રેટને પાર કરવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ હતુ કે 20થી વધુ ચીની ફાઇટર એરક્રાફ્ટ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં પ્રવેશ્યા હતા. આ ઝોન તાઈવાનના એરસ્પેસની બહારનો વિશાળ વિસ્તાર છે જ્યાં ચીન અને ચીનની ADIZની સીમાઓને લઈને પણ મતભેદો સામે આવ્યા છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે તે તાઇવાનની નજીકની ગતિવિધિઓથી સંપૂર્ણપણે વાકેફ છે અને 'દુશ્મનના જોખમો'ના જવાબમાં જરૂરિયાત મુજબ સુરક્ષા દળો મોકલશે. ચીની નેતૃત્વએ બેઇજિંગના લાંબા સમયથી ટીકાકાર રહેલા પેલોસીને સ્વ-શાસિત તાઇવાનની મુસાફરી સામે ચેતવણી આપી છે. ચીન તાઈવાનને પોતાનુ હોવાનો દાવો કરે છે. ચીન તાઈવાનને તેના ક્ષેત્રનો ભાગ માને છે અને પેલોસીની મુલાકાત પર લશ્કરી જવાબ આપવાનુ વચન આપ્યુ છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ માટે આ કટોકટી વધારતી સ્થિતિ છે. અગાઉ ચાર અમેરિકન યુદ્ધ જહાજો સહિત એક એરક્રાફ્ટ કેરિયર તાઈવાનની પૂર્વમાં તૈનાત હતુ. આને દેશની નૌકાદળ દ્વારા નિયમિત તૈનાતી કહી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પેલોસીની તાઈવાન મુલાકાતના સમાચાર આવ્યા બાદ ચીને તેની સામે વાંધો ઉઠાવવાનુ શરૂ કર્યુ હતુ. ચીને ચેતવણી આપી હતી કે જો તેઓ આ ટાપુની મુલાકાત લેશે તો તેનુ સૈન્ય ક્યારેય 'બેસી રહેવાની મૂર્ખતા' કરશે નહિ. પેલોસીના કાર્યાલયે રવિવારે જણાવ્યુ હતુ કે તે પ્રદેશમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ કરી રહી છે. આ પ્રવાસમાં સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત સામેલ હશે. તેમાં તાઇવાનનો ઉલ્લેખ નહોતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે કહ્યુ હતુ કે જો પેલોસી તાઈવાનની મુલાકાત લે તો તે 'ચીનની આંતરિક બાબતોમાં મોટો હસ્તક્ષેપ' હશે. તેણે ચેતવણી આપી હતી કે તેના 'ખૂબ ગંભીર પરિણામો' આવશે.












Click it and Unblock the Notifications
