For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનના સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી રાતે 3 મૂર્તિઓની ચોરી

બ્રિટનની રાજધાની લંડનના વિલ્સડનમાં સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીની રાતે ચોરી થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

બ્રિટનની રાજધાની લંડનના વિલ્સડનમાં સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીની રાતે ચોરી થઈ ગઈ. ચોરી થયેલા સામાનમાં ભગવાન શ્રીકૃષ્ણની ત્રણ મૂર્તિઓ પણ શામેલ છે. આ ત્રણ મૂર્તિઓ લગભગ 50 વર્ષ જૂની છે. મંદિર સમિતિના અધ્યક્ષ કુરજીભાઈ કેરાઈએ જણાવ્યુ કે શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીના ઉત્સવના થોડા કલાકો બાદ જ ચોરી થઈ છે. આ ત્રણ મૂર્તિઓ 1975માં મંદિરની સ્થાપના સમયથી અહીં હતી અને તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે.

આ પણ વાંચોઃ અનંત કુમારના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, પત્ની સાથે ફોન પર કરી વાતઆ પણ વાંચોઃ અનંત કુમારના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, પત્ની સાથે ફોન પર કરી વાત

krishna idols

શુક્રવારે 9 નવેમ્બરે લગભગ 01.50 વાગે પોલિસને મંદિરમાં ચોરીની સૂચના આપવામાં આવી. મંદિરમાં શ્રીકૃષણની મૂર્તિઓ ઉપરાંત કેશ અને અન્ય સામાન પણ ચોરી થયો છે. સ્થાનિક પોલિસએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. મંદિર પ્રશાસનનું કહેવુ છે કે હરેકૃષ્ણની મૂર્તિઓ પિત્તળની હતી. એવુ સંભવ છે કે ચોર પિત્તળને સોનુ સમજીને મૂર્તિ ચોરીને ભાગ ગયા હોય. મંદિર પ્રશાસનને આશા છે કે ચોર કદાચ મૂર્તિઓને પાછી આપી જશે કારણકે તેમની આ મૂર્તિઓ ભક્તો માટે બજારમાં મળતી કિંમતથી ઘણી વધુ કિંમતી છે. આ તરફ પોલિસે સીસીટીવી ફૂટેજ જોવાના શરૂ કરી દીધા છે અને ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ આજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણઆ પણ વાંચોઃ આજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ

લંડનમાં સ્વામીનારાયણના ઘણા મંદિર છે જેમાં વિલ્સડન લેન સ્થિત મંદિર પણ એક છે જ્યાં ચોરી થઈ છે. નોર્થ લંડનમાં જ વધુ એક સ્વામીનારાયણ મંદિર છે. આ યુરોપનું સૌથી મોટુ સ્વામીનારાયણ મંદિર છે. આ મંદિરે પણ નિવેદન જાહેર કરીને મૂર્તિ ચોરીની આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના અધ્યક્ષ રાજન જેડે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લંડનના મેયર સાદિખ ખાન અને સ્થાનિક પ્રશાસનને મામલાને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે.

English summary
3 Krishna idols stolen from Swaminarayan Temple in London
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X