For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાલ: ભૂસ્ખલન અને પૂરમાં 39 લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nepal-map-300
કાઠમંડૂ, 21 જૂન: નેપાળમાં ગત પાંચ દિવસો દરમિયાન મૂશળાધાર વરસાદના કારણે પૂર ભૂસ્ખલનની ઘટનાઓમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત નિપજ્યાં છે. નેપાળી ગૃહ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે રવિવાર થી અત્યાર સુધી ઓછામાં ઓછા 39 લોકોના મોત નિપજ્યાં છે અને 18 લોકો ગુમ છે.

મંત્રાલયે કહ્યું હતું કે દૈલેખ જિલ્લામાં સાત લોકોના મોત નિપજ્યાં છે. કાલીકોટ અને દોતીમાં છ-છ લોકોના મોત નિપજ્યાં છે. હુમલા અને પાલપામાં ચાર-ચાર લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અચ્છમ જિલ્લામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. કંચનપુરમાં બે તથા ડોલપા એચં રૂપેનદહીમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

બીજી તરફ વચગાળાની સરકારના પ્રમુખ ખિલરાજ રેગમીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સરકારે દળે પશ્વિમી નેપાળમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

English summary
At least 39 people have lost their lives and 18 went missing during the recent floods and landslide in Nepal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X