ઈઝરાયેલની હિઝબુલ્લાહના ડ્રોન હુમલામાં 40 લોકો ઘાયલ, 3 ગંભીર

Hezbollah drone attack in Israel: ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું છે. જે કારણે વાતાવરણ તંગ બની ગયું છે. રવિવારની મોડી રાત્રે ઈઝરાયેલના બિન્યામીના શહેરમાં એક ડ્રોન હુમલામાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ડ્રોન હુમલો લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી લીધી છે. ઇઝરાયેલની એર-ડિફેન્સ સિસ્ટમ સામાન્ય રીતે આવા જોખમો સામે રક્ષણ આપે છે, પરંતુ આ વખતે ડ્રોન દ્વારા આટલા લોકો ઘાયલ થાય તે ભાગ્યે જ બને છે.

ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, બે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકને અટકાવવામાં આવ્યું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ ઘાયલ થયેલા લોકોમાં નાગરિક હતા કે સૈનિકો.

હિઝબુલ્લાએ આ હુમલાને બેરૂતમાં ઈઝરાયેલના હુમલાનો બદલો તરીકે ગણાવ્યો હતો, જેમાં 22 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાએ પ્રદેશમાં સંઘર્ષની ગંભીરતા વધુ વધારી છે.

Hezbollah drone attack in Israel

ઇઝરાયેલમાં છેલ્લા બે દિવસમાં બીજી વખત ડ્રોન હુમલો થયો છે. શનિવારના રોજ અન્ય ડ્રોન હુમલો તેલ અવીવના ઉપનગરમાં થયો હતો, જેમાં નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ દરમિયાન યુએસએ જાહેરાત કરી છે કે, તે ઇઝરાયેલને નવી એર-ડિફેન્સ સિસ્ટમ મોકલશે, જે ઇઝરાયેલને મિસાઇલો સામે પોતાનો બચાવ કરવામાં મદદ કરશે. ઇઝરાયેલ હાલમાં ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધમાં ફસાયેલ છે.

આ બંને આતંકવાદી જૂથોને ઈરાનનું સમર્થન છે. ઈઝરાયેલે પણ ઈરાન પર હુમલો કરવાની યોજના બનાવી છે. જોકે, આ હુમલો ક્યારે અને કેવી રીતે થશે તે હજુ સ્પષ્ટ નથી. ઈરાને પણ ઈઝરાયેલના કોઈપણ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે.

ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે. શનિવારની મોડી રાત્રે, ગાઝાના નુસરાત શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયેલા હુમલામાં એક જ પરિવારના માતાપિતા અને તેમના છ બાળકો માર્યા ગયા હતા.

ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના બોમ્બ ધડાકા અને હુમલામાં અત્યાર સુધીમાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.

આ હુમલામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલે 17,000 થી વધુ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોઈ સ્પષ્ટ પુરાવા આપવામાં આવ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X