For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કારની સુરક્ષા પાછળ કરાશે અધધ ખર્ચ, બ્રિટીશ ઇતિહાસમાં સૌથી મોટી રકમ વપરાશે

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. રાણીના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના અનેક નેતાઓ હાજરી આપશે. આ દરમિયાન સુરક્ષા પર 7 મિલિયન યુએસ ડોલર (લગભગ 59 કરોડ રૂપિયા)થી વધુની રકમ ખર્ચવામાં આ

|
Google Oneindia Gujarati News

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. રાણીના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના અનેક નેતાઓ હાજરી આપશે. આ દરમિયાન સુરક્ષા પર 7 મિલિયન યુએસ ડોલર (લગભગ 59 કરોડ રૂપિયા)થી વધુની રકમ ખર્ચવામાં આવશે. રાણી એલિઝાબેથનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

બ્રિટીશ ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચ

બ્રિટીશ ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચ

ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કાર દરમિયાન એક દિવસના ઓપરેશનમાં બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોટી રકમનો ખર્ચ થશે. બ્રિટિશ Mi5 અને Mi6 ગુપ્તચર એજન્સીઓ, લંડનની મેટ્રોપોલિટન પોલીસ અને સિક્રેટ સર્વિસ સોમવારના અંતિમ સંસ્કાર સમયે વિદેશી નેતાઓની સુરક્ષા માટે સાથે મળીને કામ કરશે. યુનાઇટેડ કિંગડમની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

લંડનના અનેક રસ્તાઓ રહેશે બંધ

લંડનના અનેક રસ્તાઓ રહેશે બંધ

અગાઉ વર્ષ 2011માં પ્રિન્સ વિલિયમ અને કેટના લગ્નમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર દરમિયાન સમગ્ર લંડનને ભારે સુરક્ષા સાથે આવરી લેવામાં આવશે. શહેરના કેટલાક ભાગો પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે અને એવી શક્યતા છે કે અંતિમ સંસ્કાર પહેલા વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે.

અંતિમ સંસ્કારમાં લાખો લોકો જોડાશે

અંતિમ સંસ્કારમાં લાખો લોકો જોડાશે

લગભગ 7,50,000 લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જે વિલ અને કેટના લગ્ન કરતાં ઘણી વધારે છે. પ્રિન્સ હેરી અને મેઘન માર્કલને રાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર દરમિયાન શાહી રક્ષણ પણ આપવામાં આવશે.

English summary
59 crores will be spent on security at the funeral of Queen Elizabeth II
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X