ઉત્તરી જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ

અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણના જણાવ્યા અનુસાર સ્થાનીય સમયાનુસાર રાતના 11 વાગ્યાને 17 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર હોક્કાઇદોથી લગભગ 109 કિલોમીટર ઓબિહિરોમાં જમીનથી 103 કિલોમીટરની ઉંડાઇમાં આવેલું હતું.
રાષ્ટ્રીય પ્રસારક એનએચ અનુસાર વસ્તુઓનું પડવું, કાચ તૂટવા અને અન્ય ઘટનાઓમાં દસ લોકો સામાન્યરીતે ઘાયલ થઇ ગયા. પરંતુ પ્રશાસને જણાવ્યું કે કોઇ ગંભીર નુકસાન નથી પહોંચ્યું અને ભૂકંપથી સુનામી પણ નથી આવી.
એક મિનિટ સુધી જમીન હલતી રહી, દોક્કાઇદો એનએચની ઓફીસમાં કમ્પ્યુટર સિસ્ટમ હલતી રહી. જાપાની હવામાન વિભાગના એક અધિકારીએ ભૂસ્ખલન તથા નબળા પડેલા ભવનો ધરાસાઇ થવાની આશંકા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
