અલાસ્કાના તટ પર 7.5 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની નાની લહેરો ઉઠી, લોકોને સચેત રહેવાની અપીલ

અલાસ્કાના તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

વૉશિંગ્ટનઃ કોરોના મહામારીની માર સાથે હવે અમેરિકા પર સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. અલાસ્કાના તટ પર સોમવારે પહેલા 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે ત્યારબાદ અમુક જગ્યાઓએ સુનામીની નાની લહેરો પણ ઉઠી છે. ત્યારબાદ અહીં સુનામીની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. સુનામીની ચેતવણી કેનેડી એન્ટ્રસથી યુનિમેક પાસ સુધી જારી કરવામાં આવી છે. કહેવાય છે કે આ ભૂકંપ જમીનથી 41 કિમી નીચે સેન્ડ પોઈન્ટ શહેરથી 94 કિમી દૂર આવ્યો હતો.

earthquake

નેશનલ ઓશિએનિક એન્ડ એટમૉસ્ફીરિક એડમિનિસ્ટ્રેશને જણાવ્યુ કે કાલે બપોરે લગભગ 5 વાગે(ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ) 7.4ની તીવ્રતાના ઝટકા અનુભવાયા છે. અલાસ્કા ભૂકંપ કેન્દ્રએ કહ્યુ કે પહેલા ઝટકા બાદ બીજા બે ઝટકા અનુભવાયા જેની તીવ્રતા 5થી વધુ હતી. હાલમાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર નથી પરંતુ લોકોને ઉંચાઈવાળી જગ્યા ખાલી કરાવી લેવામાં આવી છે અને સચેત રહેવા માટે કહ્યુ છે.

ભૂકંપ એક એવી કુદરતી આફત છે જેની આવવાની સૂચના આપણને પહેલેથી નથી હોતી. ભૂકંપ માટે વૈજ્ઞાનિક અત્યાર સુધી સટીક અનુમાન નથી લગાવી શકતા. કુદરતી આફતોને તો આપણે ન રોકી શકીએ પરંતુ સાવચેતી દ્વારા આપણે પોતાની અને બીજા લોકોની રક્ષા કરી શકીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X