શું ચાલે છે દુનિયામાં જુઓ આ તસવીરોમાં

એક ફોટો ધણીવાર ધણું કહી જાય છે. ધણીવાર શબ્દો જે વસ્તુને અભિવ્યક્ત નથી કરી શકતા તે વસ્તુ એક ફોટો ચૂપચાપ કરી દે છે. આવા જ કેટલાક રસપ્રદ ફોટોઓ અમે આજે તમને બતાવીશું, જે એવું ધણુ બધુ કહી દે છે, જે શબ્દો નથી કહી શકતા.

દુનિયાભરમાં હંમેશા કંઇને કંઇ થતું રહે છે. અને ધણીવાર હાર્ડકોર ન્યૂઝની વચ્ચે આપણે એવા ધણા સમાચારો નથી જોતા જેમાં કદાચ કોઇની હત્યા, ખૂન, મારધાડ નહીં હોય પણ બસ એક માણસ તરીકેની આપણી અભિવ્યક્તિઓ હશે.

આવા જ કેટલાક ફોટોને દુનિયાના અલગ અલગ દેશમાં પાડવામાં આવ્યા છે પણ તેમાં અને આપણામાં એક જેવી જ સમાનતા છે. તો આવા જ કેટલાક ખાસ ફોટોઓને જુઓ અમારા આ સ્લાઇડર "તસવીરોની દુનિયા"માં

અને ઓબામા હરખાઇ ગયા

અને ઓબામા હરખાઇ ગયા

કંઇક એવું થયું ને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા એક નાના બાળકની જેમ ખુશ થઇ ગયા. વાત એમ બની કે વ્હાઇટ હાઉસમાં ઇસ્ટરની પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં ટેનિસના જાણીતા ખેલાડી ડેનિશ પેશવેર અને બરાક ઓબામા એક ફેન્ડ્રલી મેચ રમી રહ્યા હતા. ઓબામાએ બોલ ફેંક્યો અને તેમને એક સ્કોર મળ્યો. આ વાતથી ઓબામા કેટલા ખુશ થઇ ગયા કે પૂછો ના વાત.

જ્વાળામુખી ભભૂક્યો

જ્વાળામુખી ભભૂક્યો

ચીલીના પૂકોનમાં આવેલા વિલ્લારીર્કા જ્વાળામુખીમાંથી રવિવારે મોટો ધુમાડો અને વાયુના ગોટાઓ બાહર નીકળતા આસપાસના રહેવાસીઓમાં હોહાપો થઇ ગયો. પણ ભૂસ્તર વિજ્ઞાનિકો જ્યારે જ્વાયામુખી ફાટવાની શક્યતા નકારી ત્યારે લોકોને હાશકારો થયો.

બુદ્ધમ શરણંમ ગચ્છામિ

બુદ્ધમ શરણંમ ગચ્છામિ

થાઇલેન્ડના પાથુમ થાનીમાં આવેલ મંદિર, વાટ ધામ્માક્યામાં થાઇ બૌદ્ધ સાધુઓએ સમાધિમાં બેસીની ભગવાન બુદ્ધનું સ્મરણ કરી રહ્યા છે.

હું તો આ બેઠો થાય તે કરી લે

હું તો આ બેઠો થાય તે કરી લે

લંડનના હાઇડ પાર્કમાં હાઉસહોલ્ડ કૈવેલરી માઉન્ટેડ રેજિમેન્ટની પરેડ ચાલી રહી હતી. અને અચાનક એક ધોડોને શું થયું કે તેણે તેનું સંતુલન ગુમાવ્યું. અને તે અને તેના સવાર બન્ને ભોંય ભેગા થઇ ગયા.

જમી પૈ આઝ ચાંદ ઉતરા

જમી પૈ આઝ ચાંદ ઉતરા

સ્વિટ્ઝલેન્ડના ચરાતમાં સ્વિઝ આલ્પ્સ પહાડોની પાછળથી દેખાતો પૂર્ણિમાનો આ સુંદર, અદ્દભૂત ચંદ્રમા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X