9 માસના બાળક પર લાગ્યો ‘અટેમ્પ્ટ ટૂ મર્ડર’નો ચાર્જ
ઇસ્લામાબાદ, 4 એપ્રિલઃ 9 મહિનાના કોઇપણ બાળકની સૌથી મોટી સમસ્યા પોતાના પગ પર ઉભા થવાની હોય છે, પરંતુ પાકિસ્તાનમાં એક બાળક પોતાની ઉમરના 9માં મહિનામાં ગંભીર ગુનાથી ઘેરાઇ ગયો છે.

પોલીસે માસુમ અને તેના પિતા અહમદની લાહોરના મુસ્લિમ ટાઉન વિસ્તારમાં પોલીસ દળ પર હુમલો કરવાના મામલે ધરપકડ કરી હતી. બાળકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. પહેલી સુનાવણી ટાળી દીધી છે, આરોપીના વકીલે કહ્યું કે, આગામી સુનાવળી પર બાળકને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. પોલીસ તરફી ક્લિનચિટ મળ્યા બાદ જ માસુમને જામીન મળી શક્યા છે.
પોલીસે કહ્યું કે આ મામલાના આરોપી બનાવવાને લઇને તેમના તરફથી ગેરસમજ થઇ છે. તેમણે કહ્યું કે બાળક વિરુદ્ધ મામલો દાખલ કરવા બદલ એક એસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકના પિતાનું કહેવું છે કે તેમના બાળક અને 25 અન્ય લોકો વિરુદ્ધ એક ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે તેમના વિસ્તારમાં વિજળી નહીં આવવાને લઇને વિરોધ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
