અંતરીક્ષથી લેવામાં આવી દિવસ અને રાતના મિલનની સુંદર તસવીર
અંતરીક્ષથી લેવામાં આવી દિવસ અને રાતના મિલનની સુંદર તસવીર
નવી દિલ્હીઃ જો તમને પૂછવામાં આવે કે શું તમે દિવસ અને રાત એકસાથે જોઇ છે તો કેટલાય લોકો જવાબ આપશે કે હા. આવું ત્યારે થાય છે જ્યારે સૂર્ય કાંતો ઉગી રહ્ય છે કાં તો આથમી રહ્યો હોય. પરંતુ અહીં અમે આખી પૃથ્વીની વાત કરી રહ્યા છીએ જે એક તરફ દિવસના અંજવાળામાં ડૂબેલ છે તો બીજી તરફ રાતના અંધારામાં ગુમ છે. આવો અદ્ભુત નજારો તમે માત્ર અંતરીક્ષમાંથી જ જોઇ શકો છો. હાલમાં જ એક અંતરીક્ષ યાત્રી દ્વારા લેવામાં આવેલ પૃથ્વીની બે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે જેમાં દિવસ અને રાતના મીલનને જોઇ શકાય છે.

અંતરિક્ષયાત્રી રૉબર્ટ બેનકેને તસવીર શેર કરી
જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર નાસાા અંતરિક્ષયાત્રી રોબર્ટ બેનકેને પૃથ્વીની એક તસવીર શેર કરી છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રૉબર્ટ બેનકેને પૃથ્વી પર એક દિવસ અને રાતની સીમા જોઇ શકાય તેવી તસવીર શેર કરી છે જે હવે વાયરલ થઇ રહી છે. દિવસ અને રાત વચ્ચેની સીમા જોઇ સોશિયલ મીડિયા પર કેટલાય લોકો દંગ રહી ગયા અને આ અવિશ્વસનીય પળને કેમેરામાં કેદ કરવા માટે રૉબર્ટ બેનકેનના વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે રૉબર્ટ બેનકેન વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં હાજર છે.
|
દિવસ- રાત વચ્ચેની સીમા દેખાડતી તસવીર
ટ્વિટર પર ફોટો પોસ્ટ કરવાની સાથે જ રોબર્ટે કેપ્શનમાં લખ્યું, આપણા ગ્રહનો મારો પસંદીત નજારો જે દિવસ અને રાતની સીમા દેખાડે છે. જણાવી દઇએ કે રોબર્ટ બેનકેન એવા બે અંતરિક્ષ યાત્રીઓમાંથી એક છે જેઓ મેના અતમાં સ્પેસX ના વિમાનથી સ્પેસ સ્ટેશને ગયા છે. તસવીરમાં જોઇ શકાય છે કે પૃથ્વીનો એક ભાગ અંધારામાં ડૂબેલો છે તો બીજા ભાગમાં રોશની છે. બેનકેન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યાના થોડી વારમાં જ આ ફોટો વાયરલ થઇ ગયો અને અત્યાર સુધી તેને 59 હજારથી વધુ લાઇક્સ અને 8 હજારથી વધુ રીટ્વિટ કરવામા આવી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર આવી કોમેન્ટ આવી
એક યૂઝરે ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું, 'અવિશ્વસનીય. ડે મીટ્સ નાઇટ.' અન્ય એક યૂઝર લખ્યું કે ધન્યવાદ મેં આવું માત્ર વિમાન યાત્રા કરતી વખતે જ જોયું હતું પરંતુ આ શાનદાર શૉટ્સ છે, આવી તસવીરો શેર કરતા રહો. તો કોઇએ મજાકમાં કહ્યું, મને 2020 સુધી અંતરિક્ષમાં રહેવામાં કંઇ વાંધો નથી. અન્ય એક યૂઝરે પૂછ્યું, તમે 24 કલાકના સમયમાં આટલા બધા સૂર્યાસ્ત જોવાની સાથેસાથે અંતરિક્ષ સમય અને બૉડી ક્લોકને કેવી રીતે સમાયોજિત કરી શકો છો?

મે મહિનામાં અંતરિક્ષ યાત્રીઓને લઇ સ્પેસ સ્ટેશન પહોંચ્યું હતું SpaceX
જણાવી દઇએ કે ખાનગી કંપની સ્પેસ એક્સ દ્વારા ડિઝાઇન અને નિર્મિત રોકેટથી નાસાના અંતરિક્ષ યાત્રીઓએ 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ઉડાણ ભરી હતી. 19 કલાક બાદ અંતરિક્ષ યાત્રી રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે 30 મેના રોજ સુરક્ષિત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશને પહોંચી ગયા હતા. આ દરમિયાન અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. નાસાએ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે નાસાના 2 અંતરિક્ષ યાત્રીઓની સાથે રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે સાથે ઉડાણ ભરતા સ્પેસ એક્સ ડ્રેગન એડેવરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ડૉકિંગ (જોડાઇ ગયું) કરી લીધું છે.












Click it and Unblock the Notifications
