For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 બાળકોની માતાએ પુત્ર સાથે શેર કર્યો બિકીની ફોટો, કહ્યું-હું મારા બાળકો સામે બિકીની પહેરું છું!

સોશિયલ મીડિયા પર એવા લોકોની કોઈ કમી નથી કે જેઓ મહિલાઓને તેમના કપડાથી જજ કરે છે. આવા કિસ્સાઓમાં સૌથી વધુ ટ્રોલ તે મહિલાઓ જ થાય છે જે કોઈને કોઈ ક્ષેત્રમાં પ્રોફેશનલી આગળ હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા : સોશિયલ મીડિયા પર એવા લોકોની કોઈ કમી નથી કે જેઓ મહિલાઓને તેમના કપડાથી જજ કરે છે. આવા કિસ્સાઓમાં સૌથી વધુ ટ્રોલ તે મહિલાઓ જ થાય છે જે કોઈને કોઈ ક્ષેત્રમાં પ્રોફેશનલી આગળ હોય છે. આવું જ કંઈક ચાર બાળકોની માતા સોફી સાથે થયું, જેણે તાજેતરમાં જ પોતાના 15 વર્ષના પુત્ર સાથે બિકીની પહેરેલી પોતાની એક તસવીર Instagram પર અપલોડ કરી હતી. લોકોએ તેને આ તસવીર પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેના પોતાના પુત્ર સાથે આ રીતે બિકીની પહેરીને ફોટો પડાવવો ખૂબ જ અભદ્ર છે. જો કે, સોફીએ ચૂપ બેસી રહેવાને બદલે આ લોકોને યોગ્ય જવાબ આપ્યો.

હવામાન ગરમ છે, બિકીની પહેરવી સામાન્ય છે

હવામાન ગરમ છે, બિકીની પહેરવી સામાન્ય છે

'ધ ડેઇલી સ્ટાર'ના સમાચાર અનુસાર, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ વિસ્તારમાં રહેતી સોફી ગાઇડોલિન એક મિલિયોનેર ઇન્ફ્લુએન્સર છે. સોફીને તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું અને તે પછી તેણે ફિટનેસ અને ન્યુટ્રિશનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. 32 વર્ષીય સોફીએ કહ્યું કે ગોલ્ડ કોસ્ટ વિસ્તારમાં હવામાન ખૂબ જ ગરમ છે અને તેના કારણે અહીં મોટાભાગે દિવસમાં બિકીની પહેરવી એકદમ સામાન્ય છે.

પુત્રના 15માં જન્મદિવસે બિકીની ફોટો શેર કર્યો

પુત્રના 15માં જન્મદિવસે બિકીની ફોટો શેર કર્યો

બે દિવસ પહેલા સોફીના મોટા પુત્ર કાઈનો 15મો જન્મદિવસ હતો અને આ પ્રસંગે તેણે તેના પુત્ર સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ ફોટોમાં સોફીએ બ્લુ સ્ટ્રેપલેસ બિકીની પહેરી હતી. તસવીરના કેપ્શનમાં સોફીએ લખ્યું, 'તને 15માં જન્મદિવસની શુભેચ્છા.' જો કે, તેની આ જ તસવીર માટે લોકોએ સોફીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

યુઝર્સે લખ્યું- આ ખૂબ જ વલ્ગર અને કામુક છે

યુઝર્સે લખ્યું- આ ખૂબ જ વલ્ગર અને કામુક છે

સોફીની આ તસવીર પર કોમેન્ટ કરતાં કેટલાક લોકોએ લખ્યું કે આ ખૂબ જ અભદ્ર અને કામુક છે કે તમે આ રીતે બિકીનીમાં તમારા પુત્ર સાથે ફોટા અપલોડ કરી રહ્યાં છો. યુઝર્સે સોફીને ટ્રોલ કરી અને તેને આમ ન કરવાની સલાહ આપી. જો કે, સોફી તેના ફોટા પર આવેલી યુઝર્સની આવી ટિપ્પણીઓ પર ચૂપ ન બેઠી અને તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ દ્વારા આવા લોકોને યોગ્ય જવાબ આપ્યો.

મા-પુત્રના ફોટોમાં કામુકતા શોધવાનું બંધ કરો

મા-પુત્રના ફોટોમાં કામુકતા શોધવાનું બંધ કરો

સોફીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ટ્રોલ્સને જોરદાર જવાબ આપતા લખ્યું, 'કૃપા કરીને મને આ બકવાસમાં ટેગ કરવાનું બંધ કરો. હું માની શકતી નથી કે મારી આ તસવીર એવા સમયે તમારા માટે ચર્ચાનો મુદ્દો બની ગઈ છે જ્યારે આખું વિશ્વ યુદ્ધ, પૂર અને મોટી મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહ્યું છે. એક માતા તેના પુત્રને પ્રેમથી ગળે લગાવી રહી છે અને તમે લોકો વિચારો છો કે આ યોગ્ય નથી. માતા-પુત્રના ચિત્રમાં જાતીયતા શોધવાનું બંધ કરો.

હું મારા બાળકો સામે બિકીની પહેરું છું

હું મારા બાળકો સામે બિકીની પહેરું છું

સોફીએ પોતાની પોસ્ટમાં કહ્યું, 'જે લોકો મને ઈન્સ્ટાગ્રામ પર પહેલાથી જ ફોલો કરી રહ્યાં છે, હું તેમને યાદ અપાવવા માંગુ છું કે મેં એકવાર બીચ પર બિકીની પહેરીને વર્કઆઉટ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં મારો પુત્ર પણ મારી સાથે હતો. તે સમયે પણ કેટલાક લોકોએ મારી તે તસવીર પર ખોટી કમેન્ટ કરીને મને ટ્રોલ કરી હતી. હું આ ફોટા સાથે બીજી એક વાત ઉમેરવા માંગુ છું, કે મારું શરીર સામાન્ય છે અને તેથી જ હું સામાન્ય રીતે મારા બાળકોની સામે પણ બિકીની પહેરું છું.

જ્યારે મારા બાળકો મને બિકીનીમાં જુએ છે...

જ્યારે મારા બાળકો મને બિકીનીમાં જુએ છે...

પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં સોફીએ આગળ લખ્યું, 'શરીરનું હોવું એક સામાન્ય વાત છે, શરીરના અંગો હોવા પણ એક સામાન્ય વાત છે... એમાં કોઈ જાતીયતા નથી, એમાં કોઈ અશ્લીલતા નથી... હું ફરીથી દોહરાવુ છુ કે મારા બાળકો સાથે ખૂબ જ પ્રેમથી મારું ઘર ચલાવુ છુ. તેથી જ્યારે પણ મારા બાળકો મને બિકીનીમાં જુએ છે, ત્યારે તેઓ એ સિવાય કશું જ વિચારતા નથી કે તેમની માતા વર્કઆઉટ માટે જઈ રહી છે...તેમની માતા તરવા જઈ રહી છે.... તેમના મનમાં એવો કોઈ વિચાર નથી, જે મારો ફોટો જોઈને તમારા મગજમાં આવી રહ્યો છે.

માતા અને પુત્રની તસવીર કરતાં સુંદર બીજું શું હોઈ શકે?

માતા અને પુત્રની તસવીર કરતાં સુંદર બીજું શું હોઈ શકે?

કેટલાક લોકોએ સોફીના સમર્થનમાં ટિપ્પણી પણ કરી. સોફીની તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'તમે બિલકુલ સાચા છો, પરંતુ કેટલાક લોકો માનસિક રીતે બીમાર છે અને તેઓ આનાથી પણ ખરાબ કંઈક વિચારી શકે છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'તમારે આ તસવીરને ડિલીટ કરવાની કે એડિટ કરવાની બિલકુલ જરૂર નથી, આ દુનિયામાં મા-દીકરાની તસવીરથી વધુ સુંદર શું હોઈ શકે.'

English summary
A mother of 4 children shared a bikini photo with her son, saying હું I wear a bikini in front of my kids!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X