આ દેશમાં લોકોની ઈન્ટિમેટ લાઈફ સુધારવા નવુ મંત્રાલય બનશે, વસ્તી વધારવા ઘણી જાહેરાતો
દુનિયાના ઘણા દેશો સતત ઘટી રહેલી વસ્તીથી પરેસાન છે. રશિયા પણ આમાનો જ એક દેશ છે. રશિયાએ હવે વસ્તી વધારવા અને લોકોની ઈન્ટિમેન્ટ લાઈફ સુધારવા નવુ મંત્રાલય બનાવવાની જાહેરાત કરી છે.
યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયા માટે ઘટતી વસ્તી મોટી સમસ્યા બની ગઈ છે. આ જ કારણ છે કે રશિયાએ તેના માટે પુરા નવા મંત્રાલય બનાવવાની યોજના પર કામ શરૂ કર્યુ છે.

રશિયન સરકાર દ્વારા બનાવવામાં આવનારા મંત્રાલયનો ઉદ્દેશ્ય વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને જન્મ દર વધારવામાં મદદ કરવાનો છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીની સંસદ, ફેમિલી પ્રોટેક્શન, પિતૃત્વ, માતૃત્વ, બાળપણ સમિતિના અધ્યક્ષ 68 વર્ષીય નીના ઓસ્ટાનિના આ મંત્રાલયની માંગણી માટેની અરજીની સમીક્ષા કરી રહી છે.
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે રશિયાને ભારે નુકસાન થયુ છે. એક અંદાજ મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ સાત લાખ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ઑક્ટોબર મહિનામાં દરરોજ સરેરાશ 1,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે, જેના કારણે રશિયામાં યુવાનોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, જે દેશની ભાવિ વસ્તી અને શ્રમ શક્તિ પર ગંભીર અસર કરી શકે છે.
રશિયામાં ઘટી રહેલા જન્મ દરને વધારવા માટે સરકારને કેટલીક અસામાન્ય અને અનોખી દરખાસ્તો મળી છે, જે દેશની વસ્તી દર વધારવામાં મદદ કરી શકે છે. આ જ કારણ છે કે સરકારે આ દિશામાં કામ શરૂ કર્યુ છે.












Click it and Unblock the Notifications
