For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીન પરથી ચાલી ગોળી, 3500 ફૂટની ઉંચે ઉડતા વિમાનનો યાત્રી થયો ઘાયલ

મ્યાનમારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આકાશમાં ઉડી રહેલા વિમાન પર એક વ્યક્તિ ફાયર કરે છે, જેના કરાણે પ્લેનમાં બેઠેલો એક વ્યક્તિ ઘાયલ થઇ જાય છે. ધ સનના એક અહેવાલ મુજબ મ્યાનમાર નેશનલ એરલાઇન્સનું એક પ્લેન 63 પેસેન્

|
Google Oneindia Gujarati News

મ્યાનમારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આકાશમાં ઉડી રહેલા વિમાન પર એક વ્યક્તિ ફાયર કરે છે, જેના કરાણે પ્લેનમાં બેઠેલો એક વ્યક્તિ ઘાયલ થઇ જાય છે. ધ સનના એક અહેવાલ મુજબ મ્યાનમાર નેશનલ એરલાઇન્સનું એક પ્લેન 63 પેસેન્જરને લઇને લોઇકાવ(પૂર્વ રાજ્ય કાયાની રાજધાની) એરપોર્ટ પર ઉતરવાનું હતું.

આ દરમિયાન એક શખ્સે વિમાન પર ગોળી ચલાવી હતી, આવા સમયે વિમાન 3500 ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ ગોળી વિમાનમાં બેઠેલા એક યાત્રીને વાગી ગઇ હતી.

લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ

લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ ઘટના સાથે જોડાયેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બુલેટ પ્લેનના બહારના પડમાં ઘૂસીને પેસેન્જરને વાગી હતી.

અન્ય એક તસવીરમાં પ્લેનમાં બેઠેલા મુસાફરને પણ ગોળી વાગી હતી તે જોવા મળે છે. તસવીરમાં જોઈ શકાય છે કે, તે કોઈ કપડા વડે લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

શહેરની તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે રદ

શહેરની તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે રદ

આ ઘટના અંગે લોઇકાવમાં મ્યાનમાર નેશનલ એરલાઇન્સની ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરની તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

આ ગોળીબારનો આરોપ કોના પર

આ ગોળીબારનો આરોપ કોના પર

મ્યાનમારની સૈન્ય સરકારે બળવાખોર દળો પર પ્લેન પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો હતો - જોકે બળવાખોર જૂથોએ આરોપોનેનકારી કાઢ્યા હતા.

મ્યાનમારની શાસક સૈન્ય પરિષદના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મીન તુને રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે, પેસેન્જર પ્લેન પર આ પ્રકારના હુમલા યુદ્ધ અપરાધ છે અને તેની વ્યાપકપણે નિંદા થવી જોઈએ.

બળવાખોર જૂથો વચ્ચે તીવ્ર લડાઈ

બળવાખોર જૂથો વચ્ચે તીવ્ર લડાઈ

ગત વર્ષે સેનાએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને સત્તા કબ્જે કર્યા બાદ કાયા રાજ્યમાં સૈન્ય અને બળવાખોર જૂથોવચ્ચે લડાઈ ઉગ્ર બની રહી હતી.

English summary
a passenger of a plane flying at a height of 3500 feet was injured in Shot from the ground
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X