Video: ...અને મહિલાએ નરેન્દ્ર મોદીને કરી લીધી 'Kiss!'
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકન યાત્રા કરીને આવ્યા છે. આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીનો આખા અમેરિકામાં જય-જયકાર થવા લાગ્યો. અમેરિકામાં વસતા પ્રવાસી ભારતીયોએ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે જાણે પોતાની પાંપણ બિછાવી દીધી હતી. મીડિયા અને અમેરિકન સરકારે પણ કોઇ મોદીના સ્વાગત અને કવરેજમાં કોઇ કસર બાકી રાખી નથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની યાત્રા પૂરી કરીને સ્વદેશ પરત ફરી રહ્યા હતા, ત્યારે એક ઘટના એવી ઘટી જેનાથી વડાપ્રધાન પોતે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હશે. વિદાય દરમિયાન નરેન્દ્ર મોદી જ્યારે ભીડને અલવિદા કહી રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમનો હાથ ચૂમી લીધો.

વોશિંગ્ટન એરપોર્ટ પર મોદી છેલ્લીવાર ત્યાં હાજર લોકોની સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા. આ લોકોમાંથી જ એક ભારતીય મહિલાએ જ્યારે મોદીએ તેની તરફ હાલ લઇ ગયા તો તેણે ભાવાવેશમાં આવીને મોદીનો હાથ પકડીને તેની પર ચુંબન ચોડી દીધું. જોકે સહજભાવે અને અચાનક ઘટેલી આ ઘટના તરફ નરેન્દ્ર મોદીએ ધ્યાન આપ્યું નહીં અને અન્ય લોકોનું અભિવાદન સ્વીકારવા માટે આગળ વધતા ગયા. અત્રે નોંધનીય છે કે આ પહેલા પર વિશ્વના ઘણા નેતાઓને આ પ્રકારે અચાનક બનેલી ઘટનાઓનો શિકાર બનવું પડ્યું છે.












Click it and Unblock the Notifications
