અબુ ધાબીમાં હિંદુ મંદિરનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

Written By:
Subscribe to Oneindia News

અબુ ધાબીમાં બનવા જઇ રહેલ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન(શિલા પૂજન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. પીએમ મોદી 9 ફેબ્રૂઆરીના રોજ પશ્ચિમ એશિયાની મુલાકાતે જશે, એ દરમિયાન તેઓ અબુ ધાબીમાં બની રહેલ મંદિરના કંસ્ટ્રક્શન નિર્માણનું ઉદ્ઘાટન એટલે કે ખાતમુહૂર્ત કરશે. વર્તમાન સમયમાં સંયુક્ત અરબ અમીરાતમાં માત્ર એક મંદિર છે, જે દુબઇમાં સ્થિત છે. અંગ્રેજી સમાચાર પત્ર ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, પીએમ મોદી 10 ફેબ્રૂઆરીની સાંજે અબુ ધાબી પહોંચશે અને પછીના દિવસે દુબઇ જશે. 11 ફેબ્રીઆરી, રવિવારના રોજ તેઓ દુબઇ ઓપેરામાં ભારતીય સમાજના લોકોને સંબોધિત પણ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાજ્ય અમીરાતમાં 30 ટકા હિંદુ છે, જેમની વસ્તી 26 લાખ છે.

Narendra modi

પીએમ મોદી વર્ષ 2015માં જ્યારે અબૂ ધાબીની યાત્રાએ ગયા હતા, ત્યારે મંદિર માટે 20,000 સ્ક્વેર મીટરની જમીન ફાળવવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષોમાં એનડીએ સરકારે ખાડી દેશો સાથેના સંબંધો વધુ સારા કરવાનો પ્રયત્ન કર્યો છે. 2015માં 68મા ગણતંત્ર દિવસે અબૂ ધાબીના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી યૂએઈ સિવાય ઓમાન અને ફિલિસ્તીનની મુલાકાત પણ લેશે. 70 વર્ષોમાં ફિલિસ્તીનની યાત્રા કરવાવાળા પહેલા ભારતીય પીએમ હશે નરેન્દ્ર મોદી. ઇઝરાયલની યાત્રા બાદ પીએમ મોદીની ફિલિસ્તીનની મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

English summary
Abu Dhabi’s First Hindu Temple To Be Inaugurated By Prime Minister Modi During His Visit Next Month.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.