• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તાલિબાનથી બચવા 10 વર્ષ સુધી પુરુષ બનીને છૂપાતી રહી આ અફઘાની મહિલા, જાણો કોણ છે નાદિયા ગુલામ?

|
Google Oneindia Gujarati News

લગભગ 20 વર્ષ બાદ તાલિબાનની વાપસી થતાં માત્ર અફઘાનિસ્તાન જ નહી બલકે આખી દુનિયામાં ડર અને ચિંતાનો માહોલ છે. જે લોકોએ વર્ષ 1996થી 2001 સુધીનો તાલિબાનનું રાજ જોયું છે, તેમના હ્રદયમાં દહેશત પેસી ગઈ છે. આખી દુનિયાની નજર હાલ અફઘાનિસ્તાન પર છે. કેટલાય લોકોને ડર છે કે અફઘાનિસ્તાનમાં ફરીથી કત્લેઆમનો સિલસિલો શરૂ થઈ જશે અને મહિલાઓને તેમના અધિકારોથી બેદખલ કરી દેવામાં આવશે. આ ડરામણા સમય વચ્ચે સોશિયલ મીડિયામાં આજે તમને એક એવી અફઘાની મૂળની મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમે તાલિબાની સત્તામાં 10 વર્ષ સુધી પુરુષ બનીને જીવન વિતાવ્યું અને બહુ નજીકથી તાલિબાની હકુમતની મહિલાઓ માટે ક્રૂરતા અને ઝુલમનો માહોલ જોયો. અમે વાત કરી રહ્યા છીએ અફઘાની મહિલા નાદિરા ગુલામની, જેની આત્મકથા "ધી સીક્રેટ ઑફ માઈ ટર્બન"માં પોતાના આ સર્વાઈવલની કહાની શેર કરી છે.

પુરુષ કેમ બનવું પડ્યું?

પુરુષ કેમ બનવું પડ્યું?

1985માં કાબુલમાં જન્મેલી નાદિયા ગુલામ 8 વર્ષની હતી ત્યારે તેના ઘરને એક બોમ્બ બ્લાસ્ટમાં તહેસનહેસ કરી નાખવામાં આવ્યું હતું. આ હુમલામાં તેનો ભાઈ મૃત્યુ પામ્યો હતો, જેનાથી તેના માતા-પિતાની આજીવિકાનું સાધન ખતમ થઈ ચૂક્યું હતું અને સાથે જ પિતા તણાવથી ઘેરાઈ ગયા હતા અને મા તાલિબાનના કાયદાના કારણે કામ પર નહોતી જઈ શકતી. બે વર્ષ સુધી નાદિયાનો ઈલાજ વિવિધ હોસ્પિટલ્સમાં થયો. આ ધમાકામાં તેનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો. તાલિબાની હુકૂમતમાં મહિલાઓને કામ કરવાની મનાઈ હતી. માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાદિરાએ 11 વર્ષની ઉંમરમાં પોતાના બાઈની ઓળખાણ લેવાનો ફેસલો કર્યો અને પછી તે 10 વર્ષ સુધી એક પુરુષ બનીને જીવવવા લાગી. જે બાદ તેમણે આગલા 10 વર્ષ સુધી દરેક નાના-મોટા કામ કર્યાં, કુવો ખોદવાથી લઈ ખેતી સુધીના શારીરિક શ્રમ કર્યા. આ દરમિયાન કેટલીયવાર તે તાલિબાનીઓના હાથે ચડવાથી પણ માંડમાંડ બચી.

તાલિબાન પહેલાની જિંદગી

તાલિબાન પહેલાની જિંદગી

એક ઈન્ટર્વ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો કે અફઘાનિસ્તાનમાં યુદ્ધની શરૂઆત અને તાલિબાની શાસનની સ્થાપના પહેલાં તેનું જીવન કેવું હતું અને હવે કેવું થઈ ગયું, આ સવાલના જવાબમાં નાદિયાએ જણાવ્યું કે, ".યુદ્ધ પહેલાં, હું દુનિયાના કોઈપણ બાળકની જેમ એક ખુશહાલ અને સામાન્ય જીવન વિતાવી રહી હતી. પછી મારા પિતા સ્વાસ્થ્ય મંત્રાલયમાં કાર્યરત હતા અને મારા મમ્મી એક ગૃહિણી હતાં. હું સ્કૂલે જતી હતી અને મારી આસપાસની મહિલાઓ ઘણી સ્વતંત્ર હતી." પરંતુ તાલિબાનનું સાસન સ્થાપિત થયા બાદ નાદિયાને પરિસ્થિતિઓએ કારણે બુનિયાદી અને ઔપચારિક શિક્ષણથી વંચિત રહેવું પડ્યું.

શિક્ષણને હથિયાર બનાવ્યું

શિક્ષણને હથિયાર બનાવ્યું

16 વર્ષની ઉંમર સુધી નાદિયા એક અભણ મહિલા હતી, પરંતુ જેમ જેમ તાલિબાનનું દબાણ ઘટવા લાગ્યું, તેમ તેમ નાદિયાની ભણવાની ઈચ્છાઓ ફરી જીવંત થવા લાગી. જો કે હવે આ તેના માટે બહુ સંઘર્ષનું કામ હતું. પરંતુ નાદિયા સમજી ચૂકી હતી કે માત્ર શિક્ષણ જ એકમાત્ર એવું હથિયાર ચે જેના સહારે તે પોતાનું જીવન બદલી શકે છે. તાલિબાનનું શાસન ખતમ થતાં જ નાદિયાએ અલગ-અલગ સ્કૂલોમાં જઈ બહુ મુશ્કેલીતી પોતાનો હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. જે બાદ એક એનજીઓની મદદથી નાદિયાએ ઈંગ્લીશ સીખી. નાદિયા ઈલાજ માટે 2006માં રેફ્યૂજી બનીને સ્પેન પહોંચી જ્યાં તેમણે આ અવસરને પોતાનાં અધૂરાં સપનાં પૂરાં કરવામાં લગાવી દીધો. સ્પેન પહોંચી તેમણે પોતાનું શિક્ષણ પૂરું કર્યું.

હવે ક્યાં છે નાદિયા

હવે ક્યાં છે નાદિયા

બે દશકા બાદ નાદિયા ગુલામ હવે સ્પેનના બાર્સિલોનામાં રહે છે, જ્યાં તેણે અફઘાનિસ્તાનમાં પોતાના અનુભવો વિશે "ધી સીક્રેટ ઑફ માઈ ટર્બન" નામે પહેલું પુસ્તક લખ્યું. હાલ તે એક એનજીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ ઉપરાંત તે અફઘાનના લાજવાબ વ્યંજનો વિશે બ્લૉગ લખીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહી છે.

English summary
Afghani women nadia gulam who survived pretending to be a man for 10 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion