For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના ભાઈની તાલિબાને કરી હત્યા, દફનાવવા માટે મૃતદેહ પણ નહિ આપે

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીની તાલિબાને હત્યા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીની તાલિબાને હત્યા કરી દીધી છે. અમરુલ્લા સાલેહ પંજશીર ઘાટીમાં તાલિબાન વિરોધી વિપક્ષી તાકાતોના નેતાઓમાંના એક છે. અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીના મોતની પુષ્ટિ તેમના ભત્રીજાએ શુક્રવારે કરી છે. અમરુલ્લાહ સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીના માર્યા ગયાના સમાચાર તાલિબાન બળો દ્વારા પંજશીરના પ્રાંતીય કેન્દ્ર પર નિયંત્રણ કરવાના અમુક દિવસો બાદ આવ્યા હતા. પંજશીર તાલિબાન વિરુદ્ધ અંતિમ પ્રાંત હતો.

amarullahsaleh

અમરુલ્લાહ સાલેહના ભત્રીજા ઈબાદુલ્લા સાલેહે ટેક્સ્ટ મેસેજમાં રૉઈટર્સને જણાવ્યુ કે, 'તેમણે મારા કાકાને મારી નાખ્યા.' ઈબાદુલ્લા સાલેહે કહ્યુ, 'તેમણે કાલે તેમને(કાકા રોહુલ્લાહ અજીજી) મારી નાખ્યા અને અમને તેમને દફનાવવા નહિ દે. તે કહેતા રહ્યા કે તેમનુ શરીર સડી જવુ જોઈએ.'

તાલિબાન સૂચના સેવા અલેમારાહના ઉર્દૂ ભાષા અકાઉન્ટમાં કહેવામાં આવ્યુ છે કે રિપોર્ટો અનુસાર પંજશીરમાં લડાઈ દરમિયાન રોહુલ્લાહ સાલેહ માર્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સાલેહ પશ્ચિમી સમર્થિત સરકારની ખુફિયા સેવામાં રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલયના પૂર્વ પ્રમુખ હતા.

અફઘાનિસ્તાનનો રાષ્ટ્રીય પ્રતિરોધ મોરચો જે સ્થાનિક નેતા અહેમદ મસૂદ પ્રત્યે વફાદાર વિપક્ષી તાકાતોમાંનો એક છે તેમણે પંજશીરની પ્રાંતીય રાજધાની બાજારકના પતન બાદ પણ તાલિબાનનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને સંકલ્પ લીધો છે.

English summary
Afghanistan Ex-Vice President Amrullah Saleh's brother killed by Taliban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X