Video: છેવટે દુનિયાની સામે આવ્યા અશરફ ગની, બોલ્યા - ભાગેડુ કહેનાર મને નથી જાણતા, જો ત્યાં રોકાત તો..

દેશ છોડ્યા બાદ બુધવારની સાંજે તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની પહેલી વાર દુનિયા સામે આવ્યા અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના નામે સંદેશ આપ્યો.

કાબુલઃ રાષ્ટ્રીય રાજધાની કાબુલ પર કબજા સાથે જ અફઘાનિસ્તાનમાં એક વાર ફરીથી તાલિબાની રાજની શરૂઆત થઈ ચૂકી છે. 15 ઓગસ્ટે તાલિબાનના પ્રવેશ સાથે જ તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને કથિત રીતે પડોશી દેશ તઝાકિસ્તાન રવાના થઈ ગયા. બે દિવસ સુધી અજ્ઞાતવાસમાં રહ્યા બાદ બુધવારે અશરફ ગનીના યુએઈમાં હોવાની પુષ્ટ કરવામાં આવી. આ દરમિયાન દેશ છોડ્યા બાદ બુધવારની સાંજે તે પહેલી વાર દુનિયા સામે આવ્યા અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના નામે સંદેશ આપ્યો.

ashraf ghani

પોતાના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે તે અફઘાનિસ્તાન છોડવા નહોતા માંગતા. તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને દેશ છોડવા પર મજબૂર થવુ પડ્યુ. અશરફ ગનીએ આ દરમિયાન એ અટકળોને પણ ફગાવી દીધી જેમાં પૈસા લઈને ભાગવાની વાત કહેવામાં આવી રહી છે. અશરફ ગનીએ કહ્યુ, 'મે પોતાના દેશના લોકોને ખૂની જંગથી બચાવ્યા છે. હું પોતાના સુરક્ષાબળો અને સેનાનો આભાર માનુ છુ. મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશમાંથી બહાર મોકલવામાં આવ્યો. સુરક્ષા અધિકારીઓની સલાહ બાદ દેશ છોડ્યો કારણકે કોઈ અનહોની થઈ શકતી હતી.'

અફઘાન ગનીએ સોશિયલ મીડિયા પર લખેલા પોતાના નિવેદનમાં કહ્યુ કે જો હું અફઘાનિસ્તાનમાં રહેતો તો કત્લેઆમ મચી જાત. સુરક્ષા કારણોસર અફઘાનિસ્તાનથી દૂર છુ. પૂર્વ રાષ્ટ્રપતિના નામ સંબોધનમાં લોકોએ આખુ સત્ય જાણવાની અપીલ કરી છે. અશરફ ગની આગળ કહે છે, 'કાબુલમાં તાલિબાનના આવતા જ મારા જીવ પર જોખમ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જે લોકો મને નથી જાણતા તે નિર્ણય ન સંભળાવે, તાલિબાન સાથે વાતચીતનુ કોઈ પરિણામ નહોતુ નીકળી રહ્યુ. ભાગેડુ કહેનાર મારા વિશે નથી જાણતા, હું શાંતિથી સત્તા સોંપવા માંગતો હતો. હું અફઘાનિસ્તાન પાછો જઈશ અને અફઘાનિસ્તાનના લોકોને ન્યાય અપાવીશુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X