For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાન : તાલિબાની ખોફમાં જીવતી એ આંખો જે આશાઓ ગુમાવી રહી છે – એક ભારતી મહિલા પત્રકારની જુબાની

અફઘાનિસ્તાન : તાલિબાની ખોફમાં જીવતી એ આંખો જે આશાઓ ગુમાવી રહી છે – એક ભારતી મહિલા પત્રકારની જુબાની

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
તાલિબાન

હું જ્યારે પણ અફઘાનિસ્તાન ગઈ છું, ત્યારે બહુ ઉમકળાથી મારું સ્વાગત થયું છે. લોકોને ખબર પડે કે હું ભારતીય છું એટલે મારી સાથે ઉમળકાથી વાતો કરે. દિલ્હીની મુલાકાત લીધેલી ત્યારે કેટલી મજા આવેલી વગેરે જણાવે. સરોજિનીનગર અને લાજપતનગરમાંથી ખરીદારીનો આનંદ યાદ કરે. મારી સાથે હિન્દી અને ઉર્દૂમાં પણ વાત કરવાની કોશિશ કરે અને હિન્દીફિલ્મોનાં પોતાના મનગમતા સ્ટાર લોકોની પણ વાતો કરે.

હાલમાં જ હું ત્યાં ગઈ ત્યારે એક પુરુષે મને કહ્યું, 'ભારત અફઘાનિસ્તાનનો સાચો દોસ્ત છે'. અફઘાનિસ્તાન સિવાયની બીજી ટીમ સામે ભારતની ક્રિકેટ ટીમ રમતી હોય ત્યારે અફઘાન ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમને વધાવી લેતા મેં જોયા છે.

તેની સામી બાજુએ એવી સ્થિતિ પણ છે કે ચમરપંથી જૂથો તરફથી કેવો ખતરો છે તેની ચેતવણી પણ ભારતીય નાગરિકોને આપવામાં આવે છે. અફઘાન હૉસ્પિટલોમાં કામ કરતા ડૉક્ટરોની ઇરાદાપૂર્વક હત્યા થયાનું પણ ભૂતકાળમાં બન્યું છે.

હાલમાં જ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની પણ તાલિબાન ઉદ્દામવાદીઓએ હત્યા કરી છે. સિદ્દીકી અફઘાન સેના સાથે હતો તો પણ હત્યા થઈ તેના પરથી ખ્યાલ આવે છે અફઘાનિસ્તાનમાં પત્રકારો માટે પણ સ્થિતિ કેટલી ખતરનાક થઈ ગઈ છે.

સિદ્દીકી અમારો પ્રશંસાને પાત્ર સાથી હતો અને તેણે હંમેશા હિંમતથી પોતાની કામગીરી બજાવી હતી. તેની હત્યા થઈ તેના બે અઠવાડિયા પહેલાં જ અમે એક જ ફ્લાઇટમાંથી દિલ્હીથી કાબુલ પહોંચ્યા હતા.

અફઘાન મહિલા

મારી બેગો આવવાની રાહ અમે જોતા હતા ત્યારે સિદ્દીકીએ પોતાના અફઘાન પ્રેમ વિશે વાતો કરી હતી. પાર્કિંગ લોટ તરફ આગળ વધ્યા અને આગામી અઠવાડિયામાં કેવી રીતે અફઘાનિસ્તાનમાં કામગીરી કરવાની છે તેની અમે વાતો કરી અને છુટ્ટા પડતી વખતે એક બીજાને 'સંભાળીને રહેજો' એવું પણ કહ્યું હતું.

અમે દેશના જુદા જુદા વિસ્તારમાં હતા, પણ એક બીજાના અહેવાલો જોતા રહેતા હતા. તે દક્ષિણમાં કંદહારમાં હતો, જ્યારે હું ઉત્તરમાં કુંદુઝ શહેરમાં હતી, જેને તાલિબાને ઘેરી લીધું હતું.

સિદ્દીકીની હત્યાના સમાચાર સાંભળીને દિલ બેસી ગયું હતું. વાત માન્યામાં જ આવતી નહોતી. આઘાતમાંથી હું જેમતેમ બહાર નીકળી ત્યારે સમજાયું કે અમારા આ હિંમતવાન સાથીને ત્યારે જ સાચી શ્રદ્ધાંજલી અપાયેલી ગણાશે કે તેની જેમ આપણે ફરજ બજાવતા રહીએ. સાવધાની રાખીને, સતત કામ કરતા રહેવું અને અફઘાન લોકોની વ્યથાકથા દુનિયા સુધી પહોંચાડવી એ જ કામ છે. કારણ કે, દાયકાથી આ પ્રજા હિંસાના ઓછાયામાં રહેતી આવી છે, પણ આ વખતે બહુ મોટા સંકટમાં તેને મૂકી દેવામાં આવી છે.


બૉમ્બ ધડાકા અને ગોળીબાર સામાન્ય વાત

વિસ્થાપિત થયેલા લોકો

વિદેશીદળો દેશમાંથી બહાર જવા લાગ્યા, તે સાથે જ તાલિબાને ઝડપથી પ્રદેશો પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું અને અત્યારે લગભગ અડધો દેશ તેના કબજામાં છે.

થોડા અઠવાડિયા પહેલાં સુધી હું કુંદુઝ શહેરમાં હતી તેના પર પણ હવે તાલિબાનનો કબજો થઈ ગયો છે. ઍરપૉર્ટ સિવાયના સમગ્ર નગરમાં તાલિબાન ઘૂસી ગયા છે.

અમે ત્યાં હતા ત્યારે પણ રોજ બૉમ્બમારો અને ગોળીબાર, દિવસે અને રાત્રે કલાકો સુધી ચાલતી રહેતી સંભળાતી હતી. અમે ધડાકા થઈએ ત્યારે ચોંકી જઈએ, પણ જોયું કે લોકો માટે હવે આ રોજનું થવા લાગ્યું હતું એટલે જાણે કંઈ પરવા ના હોય તેમ રહેતા હતા.

હિંસાથી બચવા માટે 35,000થી વધુ લોકોએ કુંદુઝમાં આશરો લીધો છે. ખુલ્લા મેદાનમાં, વાંસ ખોડીને તેના પર કાપડ લગાવીને બનાવેલી કાચી ઝૂંપડીઓમાં લોકો રહે છે. 45 ડિગ્રી તાપમાનમાં બસ આટલો જ આશરો. ખાવાનું પણ પૂરતું મળતું નથી અને થોડી ઘણી ડંકીઓ છે તેમાંથી હજારો લોકોએ પાણી ભરવું પડે છે.

રાહતશિબિરોની હાલત દયનીય છે.

મારી જીવનમાં મેં જોયેલી આ સૌથી કપરી સ્થિતિ છે.

મેં અગાઉ ગ્રીસ અને બાંગ્લાદેશમાં પણ રાહત છાવણીઓની મુલાકાતો લીધેલી છે, પરંતુ ત્યાં તમને સેવાભાવી સંસ્થાઓ કામ કરતી જોવા મળે. ભોજન, દવાઓ જેવી સુવિધાઓ આવી સંસ્થાઓ પૂરી પાડતી હોય છે.

હું ચાર દિવસ કુંદુઝમાં હતી ત્યારે માત્ર એક વાર ભોજનસામગ્રી વહેંચાતી જોઈ હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને સેવ ધ ચિલ્ડ્રન અને MSF જેવી એનજીઓ કુંદુઝમાં કામ કરી રહી છે, પરંતુ જરૂરિયાત સાથે તેમની મદદ બહુ ઓછી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘનું કહેવું છે કે અફઘાનિસ્તાનના 1.8 કરોડો લોકોને તાકિદે માનવીય સહાય આપવા માટે જરૂરી ભંડોળમાંથી તેને માત્ર 40% જેટલું જ ભંડોળ મળ્યું છે.


પીડાની એક નહીં અનેક કહાણીઓ

અફઘાન મહિલાઓ સાથે બીબીસીની ટીમ

હું કુંદુઝની છાવણીમાં પહોંચી કે લોકો મને ઘેરી વળ્યા હતા. તેમાં ઘણી બધી મહિલાઓ હતી. મારો હાથ પકડીને એક મહિલા કહેવા લાગી કે તેનો પતિ અને ત્રણ બાળકો માર્યાં ગયાં છે. બીજીએ મારા હાથમાં એક ફાટેલું કાગળિયું પકડાવી દીધું, જે તેના માર્યા ગયેલા પુત્રનું ઓળખપત્ર હતું.

બેનાફશા નામની એ મહિલાએ મને કહ્યું કે તેની ઉંમર 77 વર્ષની થઈ ગઈ છે. તેમના ચહેરાની કરચલી જોઈને લાગતું હતું કે સતત રડવાથી તેની ચામડી ભીની અને ચીકણી થઈ ગઈ છે.

મેં તેમની સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમનાં ત્રણેય પુત્રો લડાઈમાં માર્યાં ગયા છે. 'હું પણ મરી ગઈ હોત તો સારું હોત. આવી પીડા સહન થતી નથી,' એમ બેનાફશાએ કહ્યું.

આવી અકથ્ય પીડાઓની અનેક કથાઓ મને સાંભળવા મળી. હિંસા અને તાલિબાન તથા અફઘાન સેના વચ્ચેની લડાઈમાં અનેક પરિવારનો ભોગ લેવાઈ ગયો છે.

એક જ શહેરની એક જ છાણવીમાં તમને એટલા બધા લોકોના માર્યાં ગયાની ખબર મળે છે કે તેનો હિસાબ કરવો મુશ્કેલ બની જાય છે.

અને છેલ્લા થોડા દિવસોથી તો હવે શહેરની અંદર પણ અથડામણો થવા લાગી હતી.

મને હવે અત્યારે એ પણ ખબર નથી કે હું જે લોકોને મળી હતી તેમનું શું થયું હશે.

તાલિબાને કબજે કરી લીધેલા જિલ્લાઓમાં માનવાધિકાર ભંગના અને મહિલાઓના અધિકારો છીનવાઈ ગયાના અનેક અહેવાલો મળ્યા છે.

મને સાંભળવા મળ્યું છે કે પુરુષ સાથી વિના કોઈ સ્ત્રીને ઘરની બહાર ન નીકળવા માટે આદેશો આપી દેવાયા છે. 15 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓની શાદી પરાણે તાલિબાન લડવૈયાઓ સાથે કરી દેવામાં આવી રહી હોવાનું કહેવાય છે.

તાલિબાને આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તાલિબાનો એવું કહેતા આવ્યા છે કે તેઓ મહિલાઓના શિક્ષણની વિરુદ્ધમાં નથી અને સ્ત્રીઓના અધિકારોની પણ રક્ષા કરશે.


કથની અને કરણીમાં ફેર

જોકે ઘણા લોકો કહે છે કે તાલિબાન વિશ્વને શું જણાવી રહ્યા છે અને શું કરી રહ્યું છે તે બંને વચ્ચે બહુ મોટો ફરક છે.

'તાલિબાન ફરીથી સત્તા કબજે કરશે તો અફઘાન મહિલાઓનું આવી બનશે', એમ અફઘાનના મહિલા સાંસદ ફરઝાના કોચાઈ કહે છે.

હું કાબુલમાં તેમના નિવાસસ્થાને તેમને મળી હતી. મૂળ અફઘાનિસ્તાનના કબીલાની નારી ફરઝાના 29 વર્ષની નાની ઉંમરે જીતીને સંસદમાં સભ્ય બન્યાં હતાં.

કોઈ રાજકીય કડી વિના તેમને આવી સફળતા મળી હતી. તેમની સફળતાની કહાણી એ માત્ર તેમની પોતાની નહીં, પણ અફઘાનિસ્તાનમાં લોકશાહી અને સ્ત્રી અધિકારોની પણ સફળતાની કહાણી હતી.

આજે પણ અફઘાનિસ્તાનનો સમાજ પુરુષપ્રધાન અને રૂઢિચુસ્ત છે. જોકે અગાઉ સ્થિતિ આનાથીય કપરી હતી.

તાલિબાનનું શાસન હતું ત્યારે મહિલાઓને શાળાએ જવાની કે નોકરી કરવાની પરવાનગી ન હતી. ઘરના પુરુષ સભ્ય વિના સ્ત્રીઓને ઘરની બહાર જવાની પણ મનાઈ હતી.

આજે હવે સરકારમાં, ન્યાયતંત્રમાં, પોલીસમાં અને મીડિયામાં પણ સ્ત્રીઓને સારું સ્થાન મળ્યું છે.

ભારત કરતાંય અફઘાનિસ્તાનની સંસદમાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે.

અફઘાનની ગ્રીન ટી અને પરંપરાગત શેકેલી બદામનો નાસ્તો કરતાં કરતાં મેં ફરઝાનાને પૂછ્યું કે વિદેશીદળો અફઘાનિસ્તાનમાંથી બહાર જઈ રહ્યા છે ત્યારે કેવું લાગી રહ્યું છે. બેજવાબદાર રીતે વિદેશી દળો જવા લાગ્યા છે એમ તેમનું કહેવું હતું. '20 વર્ષ પછી અચાનક તેમણે તાલિબાન સાથે કરાર કરી લીધો અને કહ્યું કે જાવ તમારે કરવું હોય તે કરો. આંતરરાષ્ટ્રીય સમુદાયની આ નિષ્ફળતા છે,' એમ તે કહે છે.

તેઓ કહે છે 'આગામી દિવસો અંધકારમય હશે, માત્ર મહિલાઓ માટે નહીં બધા માટે, કેમ કે કોઈનો અવાજ નહીં હોય, કોઈ સ્વતંત્રતા નહીં હોય, જીવવા જેવું અહીં કંઈ નહીં હોય.'

તાલિબાનને સત્તા પરથી હઠાવી દેવાયા ત્યારે ફરઝાના અને તેમની જેવી અનેક સ્ત્રીઓને બાળકો હતા. તેમનાં માટે હવે મોકળાશ ગુમાવવી એ અત્યાર સુધીના જીવનને વિસરી જવા બરાબર છે.

કાબુલ જેવા કેટલાક શહેરોમાં હજી પ્રમાણમાં શાંતિ અને સુરક્ષા છે ત્યાં જીવન રાબેતા મુજબ ચાલતું જોઈ શકાય છે. બજારોમાં લોકો ફરતાં જોઈ શકાય, પણ આગામી દિવસોના ભણકારા સંભળાઈ રહ્યા હોય તેવું લાગે છે. દુનિયાએ તરછોડી દીધા હોય એવી નિરાશા લોકોનાં ચહેરાઓ પર જોવા મળી રહી છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=vyHuFhiNi88&t=24s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

English summary
Afghanistan: Living in the Fear of the Taliban, Testimony of an Indian Woman Journalist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X