For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયલે સીરિયા પર મિસાઈલ એટેક કર્યો, 9 લોકોના મૌત

ઈરાન ન્યુક્લિયર ડીલ પર ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી તરત ઇઝરાયલ ઘ્વારા સીરિયા પર મિસાઈલ એટેક કરીને મિડલ ઈસ્ટમાં તણાવ ભરેલો માહોલ બનાવી દીધો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઈરાન ન્યુક્લિયર ડીલ પર ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી તરત ઇઝરાયલ ઘ્વારા સીરિયા પર મિસાઈલ એટેક કરીને મિડલ ઈસ્ટમાં તણાવ ભરેલો માહોલ બનાવી દીધો છે. ઇઝરાયલે મંગળવારે સીરિયામાં એક મિલિટરી બેઝ પર હુમલો કરીને 9 સીરિયાઈ જવાનોને મારી નાખ્યા. સીરિયન ઓબ્ઝર્વેટરી હ્યુમન રાઇટ્સ વોચે જણાવ્યું હતું કે, સીરિયાના રાજધાની દમાસ્કસની પશ્ચિમમાં વેપન્સ સ્ટોર પર ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડનું નિશાન બનાવવામાં આવ્યું હતું.

israel

સીરિયાઈ સ્ટેટ મીડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈરાન ન્યુક્લિયર ડીલ પર ટ્રમ્પના નિર્ણય પછી તરત ઇઝરાયલે સીરિયા પર મિસાઈલથી હુમલો કર્યો. આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી સૌથી પહેલા બેન્ઝામિન નેતન્યાહુ ઘ્વારા ટવિટ કરીને નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પના નિર્ણય પછી મિડલ ઈસ્ટમાં જબરજસ્ત તણાવ જોવા મળશે. જયારે ઇઝરાયલ પહેલાથી પોતાને સતર્ક કરવાની કોશિશમાં લાગ્યું છે.

ઇઝરાયલ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સીરિયાની જમીનનો ઉપયોગ ઈરાન તેમના પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ઇઝરાયલ સીમા પર ઈરાન સેનાના ડ્રોનનો ટુકડો મળ્યો હતો. ત્યારપછી ઇઝરાયલે સીરિયામાં ઈરાની સેનાને નિશાનો બનાવ્યો. ઈરાન ઘ્વારા ધમકી આપવામાં આવી છે કે તેઓ ચૂપ નહીં બેસે અને યહૂદીઓને જોરદાર જવાબ આપશે.

આ અઠવાડિયે ઇઝરાયલના એક મિનિસ્ટરે સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદ ને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. ઇઝરાયેલી મિનિસ્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો સીરિયા તેમની જમીન પર ઈરાનીઓનો ઉપયોગ ચાલુ રાખશે તો તેઓ અસદ ને મારી નાખશે.

English summary
After America President Donald Trump announces Iran Nuclear deal, 9 kill in attack on Syria by Israel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X