For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટાયામાં પીએમ મોદી મળ્યા મલેશિયાના પીએમ મહાથિર મોહમ્મદને

ઈન્ડોનેશિયાનો પ્રવાસ ખતમ કરીને પ્રધાનમંત્રી નરેદ્ર મોદી મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચી ગયા છે. પીએમ મોદી પટાયા પહોંચ્યા અને અહીં તેમણે મલેશિયાના પીએમ મહાથિર મોહમ્મદ સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયાનો પ્રવાસ ખતમ કરીને પ્રધાનમંત્રી નરેદ્ર મોદી મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચી ગયા છે. પીએમ મોદી અહીંથી લગભગ 30 કિલોમીટર દૂર પટાયા પહોંચ્યા અને અહીં તેમણે મલેશિયાના પીએમ મહાથિર મોહમ્મદ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ મહાથિરની સરકાર બનવા પર તેમને અભિનંદન પાઠવ્યા અને તેમની સાથે ચર્ચા કરી. પીએમ મોદી પહેલી વાર ઈન્ડોનેશિયાના પ્રવાસ પર ગયા છે. તેઓ મલેશિયા બીજી વાર જઈ રહ્યા છે. પીએમ મોદી અહીં થોડી વાર રોકાશે અને અહીંથી પછી તે સિંગાપોર માટે રવાના થશે. ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર આ ત્રણેય એશિયાઈ દેશ ભારતના મહત્વના રણનીતિક ભાગીદાર છે.

pm modi

92 વર્ષના છે મહાથિર

મહાથિર સાથે મુલાકત બાદ મોદીએ ટ્વિટ કર્યુ કે તેમને મળીને ઘણુ સારુ લાગ્યુ. વળી, મોદીએ મહાથિરનો તેમણે કરેલા ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો. 92 વર્ષના મહાથિર મોહમ્મદે 10 મે ના રોજ મલેશિયાના પ્રધાનમંત્રી પદની શપથ લીધી છે. મલેશિયામાં 1957 થી બારિયાન નેશનલ કોએલિશનની સરકાર હતી. મહાથિર વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની જીતે દરેકને ચોંકાવી દીધા હતા. મહાથિરનો પક્ષ પકતાન હરપડ પાર્ટી (ઉમ્મીદનું ગઠબંધન) એ બૈરિસન નસિઓનલ ગઠબંધનને હરાવ્યુ હતુ. જેનું મલેશિયા પર આઝાદી પછી 61 વર્ષ સુધી રાજ રહ્યુ. તેમણે મલેશિયાની સંસદમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવામાં સફળતા મેળવી. કુલ 222 સીટોમાંથી તેમના પક્ષને 122 સીટો પર જીત મળી હતી. પીએમ મોદીની 2015 બાદ આ બીજી મલેશિયા યાત્રા છે.

ઘણા ક્ષેત્રે થઈ ચર્ચા

મહાથિર સાથે મુલાકાત કરતી વખતે માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદીએ તેમની સાથે બંને દેશો વચ્ચે ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ કરવા પર ચર્ચા કરી છે. ભારત અને મલેશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ ઘણો સારો છે. મલેશિયા લાંબા સમય સુધી ભારતીયોનું ગઢ રહ્યુ છે, અહીં કુલ 7 ટકા અપ્રવાસી ભારતીયો રહે છે. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો બંને દેશો વચ્ચે 10.5 બિલિયન યુએસ ડૉલરનો બિઝનેસ 2017 માં થયો છે અને વર્ષ 2020 સુધી તે 25 બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે.

English summary
after indonesia pm narendra modi is kualalumpur malaysia will meet mahathir mohamad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X