એલિયન્સ આપણી જિંદગી કંટ્રોલ કરી રહ્યા છે, હાર્વડ યુનિવર્સિટીના પ્રોફેસરનો ચૌકાવનારો દાવો
છેલ્લા ઘણા વર્ષોથી પૃથ્વી બહાર જીવનની ખોજ માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબતે વૈજ્ઞાનિકોએ ઘણા દાવા પણ કર્યા છે. હવે હાર્વડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના દાવાએ તમામ લોકોને ચૌકાવ્યા છે.
અહેવાલો અનુસાર, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એવી લોએબે દાવો કર્યો છે કે મનુષ્ય અને એલિયન્સ વચ્ચે અલગ પ્રકારનો સંબંધ છે.

તેમણે કહ્યુ કે, જેમ કોમ્પ્યુટર ગેમ્સને રિમોટલી કંટ્રોલ કરવામાં આવે છે તેવી જ રીતે એલિયન્સ આપણા મનુષ્યોના જીવનને નિયંત્રિત કરે છે. આ બધું સાયન્સ ફિક્શન જેવું લાગે છે પરંતુ નિષ્ણાતોએ આવા દાવા કર્યા છે.
મનુષ્ય અને એલિયન્સ વચ્ચેના સંબંધને લઈને સિમ્યુલેશન થિયરી બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે મનુષ્ય અને એલિયન્સ વચ્ચેનો સંબંધ થોડો સ્પષ્ટ થઈ ગયો છે. આ મુજબ માણસ તરીકે ડિજિટલ રીતે જીવવું એ આપણું નસીબ છે.
તેમણે આગળ કહ્યું કે, આજ સુધી આપણે આપણા જીવન વિશે જે કંઈ જાણીએ છીએ તે જૂઠ છે. એલિયન્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ પણ કહ્યું હતું કે, સિમ્યુલેશનને ગુપ્ત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રોફેસર લોએબનો દાવો છે કે, એલિયન્સ મનુષ્યની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેઓ સફળ થયા નથી.
સ્વીડિશ ફિલોસોફર નિક બોસ્ટ્રોમે વર્ષ 2003માં આવી એક થિયરી આપી હતી અને કહેવાય છે કે એલન મસ્ક પણ એલિયન્સ અને માણસોની આ થિયરીનું સમર્થન કરે છે.
તેમણે અગાઉ પણ તેના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એલિયન્સ આપણી વચ્ચે છે અને શક્ય છે કે આપણે તેમને ઓળખતા ન હોય. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક વ્યક્તિના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પોતે એલિયન છે.












Click it and Unblock the Notifications
