અમેરિકાના વર્જીનિયામાં ગોળીબાર, 11ના મોત, 6 ઘાયલ
અમેરિકાના વર્જીનિયા બીચમાં માસ શૂટિંગના સમાચાર આવી રહ્યા છે. આ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકો ઘાયલ થઈ ગયા છે.
અમેરિકાના વર્જીનિયા બીચમાં માસ શૂટિંગના સમાચાર આવી રહ્યા છે. આ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકો ઘાયલ થઈ ગયા છે. જે માહિતી મળી રહી છે તે મુજબ હુમલાખોરને પોલિસે ગોળી મારી દીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આરોપી વર્જીનિયા બીચમાં જ નોકરી કરતો હતો. પોલિસ અનુસાર ગોળીબારની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યા પછી બની. વર્જીનિયાના ગવર્નર રાલ્ફ નોર્થમે કહ્યુ, 'આ વર્જીનિયા બીચ આખા કૉમનવેલ્થ માટે ત્રાસદાયક દિવસ છે. આ ગોળીબારના શિકાર થયેલા લોકો અને તેમના પરિજનો સાથે ઉંડી સંવેદના છે.'

AFP News Agency: At least 11 dead, six wounded after shooting in Virginia, according to police
— ANI (@ANI) 31 May 2019












Click it and Unblock the Notifications
