અમેરિકાને મળી માહિતી : અલ કાયદા ટૂંક સમયમાં મોટો હુમલો કરી શકે
આ મુદ્દે અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ન્યુયોર્ક ટાઇમ્સે જણાવ્યું છે કે આ વાતચીતમાં અગ્રણી અલકાયદા નેતા અયમાન અલ જવાહરી સામેલ હતા. હુમલાની આ યોજનાને 9/11ની ઘટના બાદ સૌથી મોટું કાવતરું ગણાવવામાં આવી રહ્યું છે.
આ પહેલા અમેરિકાએ જણાવ્યું હતું કે 'અત્યાધિક સતર્કતા'ને કારણે ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દૂતાવાસોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા રવિવારે અંદાજે 20 અમેરિકન દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો બંધ રાખવામાં આવ્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે પાછલા સપ્તાહમાં 'ગ્લોબલ ટ્રાવેલ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું. આ એલર્ટ ઓગસ્ટના અંત સુધી પ્રભાવી રહેશે.
મોટા આતંકવાદી હુમલાનું જોખમ હોવાને કારણે અબુ ધાબી, અમ્માન, કાહિરા, રિયાધ, ધહરાન, જેદ્દા, દોહા, દુબઇ, કુવૈત, મનામા, મસ્કટ, સાના અને ત્રિપોલીમાં અમેરિકાના રાજદ્વારી કેન્દ્ર શનિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનેક યુરોપીયન દેશોએ પણ યમનમાં પોતાના દૂતાવાસોને અનિશ્ચિત સમય માટે બંધ કર્યા છે. બ્રિટેને પોતાના વિદેશ વિભાગને આ દેશોની યાત્રા નહીં કરવાની સૂચના આપી છે. અમેરિકાએ જવાહિરી અને યમન સ્થિત સમુહના આગેવાનનાસિર અલ વુહાએશી વચ્ચેની વાતચીત ટેપ કરી છે.
સમાચાર પત્ર ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણ આ વાતચીત પરથી એ જાણી શકાયું નથી કે તેમના નિશાના પર કઇ જગ્યા છે. જો કે એટલો ખ્યાલ આવ્યો છે કે મોટો હુમલો આગામી થોડા સમયમાં થઇ શકે છે. આ વાતચીત કેટલાક દિવસો પહેલા જ ટેપ કરવામાં આવી હતી.