કોરોનાને હરાવવામાં અમેરિકા સામે સૌથી મોટુ જોખમ છે ડેલ્ટા વેરિઅંટ, દિગ્ગજ ડૉક્ટરે આપી ચેતવણી

કોરોના વાયરસના નવા વેરિઅંટ ડેલ્ટા પ્લસે દુનિયાના ઘણા દેશોની ચિંતાઓ વધારી દીધી છે.

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ડેલ્ટા પ્લસે દુનિયાના ઘણા દેશોની ચિંતાઓ વધારી દીધી છે. અત્યાર સુધીના આંકડા મુજબ 10 દેશો - અમેરિકા, ભારત, બ્રિટન, પોર્ટુગલ, સ્વિત્ઝરલેન્ડ, જાપાન, પૉલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં ડેલ્ટા પ્લસ વેરિઅંટ મળી ચૂક્યો છે. ભારતમાં જો કે ડેલ્ટા વેરિઅંટ પ્લસના અત્યાર સુધી માત્ર 40 કેસ જ મળ્યા છે પરંતુ કેન્દ્ર સરકારે આને ચિંતાનો વિષય ગણાવ્યો છે. આ દરમિયાન કોરોનાનો ડેલ્ટા વેરિઅંટ પણ ઘણા દેશોમાં કોહરામ મચાવી રહ્યો છે. અમેરિકાના મુખ્ય આરોગ્ય સલાહકાર ડૉ. એંથની ફૌસીએ કોરોનાના ડેલ્ટા વેરિઅંટને એક મોટુ જોખમ ગણાવીને દુનિયાના દેશોને ચેતવ્યા છે.

corona

ડૉ. એંથોની ફૌસીએ મંગળવારે એક મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યુ, 'કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ આ મહામારીને હરાવવામાં અમેરિકાની કોશિશો સામે સૌથી મોટુ જોખમ છે. કોરોનાનો આ નવો વેરિઅંટ ઘણો સંક્રમક છે જેણે હાલમાં જ ભારતમાં કોહરામ મચાવ્યો હતો. હાલમાં અમેરિકામાં મળી રહેલ કોરોના વાયરસના નવા કેસોમાં 20 ટકા કેસ આ ડેલ્ટા વેરિઅંટના છે. બે સપ્તાહ પહેલા જ અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં 10 ટકાનો વધારો પણ થયો છે.'

'ડેલ્ટા વેરિઅંટ સામે લડવામાં સક્ષમ છે અમેરિકી વેક્સીન'

ડૉ. ફૌસીએ આગળ કહ્યુ, 'અમેરિકા જેવી જ સ્થિતિ બ્રિટનમાં પણ છે. જો કે એક ગુડ ન્યૂઝ એ છે કે અમેરિકી વેક્સીન ડેલ્ટા વેરિઅંટ સામે લડવામાં સક્ષમ છે. આખો નિષ્કર્ષ એ છે કે આપણી પાસે આ વેરિઅંટ સામે લડવા માટે હથિયાર હાજર છે તો એનો ઉપયોગ કરો. ફાઈઝર વેક્સીનનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ તે ડેલ્ટા વેરિઅંટ સામે 88 ટકા સુધી પ્રભાવી છે.' તમને જણાવી દઈએ કે ભારત સહિત દુનિયાના 80 દેશોમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર પાછળ આ ડેલ્ટા વેરિઅંટને જ કારણ ગણવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X