પાકિસ્તાને 145 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

Written By:
Subscribe to Oneindia News

કુલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનમાં થયેલ દુર્વ્યવહાર પર ચાલી રહેલ વિવાદ વચ્ચે પાકિસ્તાને ગુરૂવારે 145 ભારતીયો માછીમારોને છોડવાનો નિર્ણય લીધો છે. આ માછીમારોને પાકિસ્તાને કથિત રીતે પાકિસ્તાની સીમા ક્ષેત્રમાં માછલી પકડવાના આરોપમાં પકડ્યા હતા. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ.મોહમ્મદ ફૈઝલે હાલમાં જ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુંકે, પાકિસ્તાન ગુડવિલ જેશ્ચર હેઠળ બે તબક્કામાં 291 ભારતીય માછીમારોને મુક્ત કરશે. આ હેઠળ ગુરૂવારે પાકિસ્તાને 145 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. અન્ય 146 માછીમારોને 8 જાન્યુઆરી સુધીમાં મુક્ત કરવામાં આવશે.

fisherman

માછીમારોને મુક્ત કર્યા બાદ પાકિસ્તાને તમામને કડક સુરક્ષા વચ્ચે કરાચી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ટ્રેનમાં લાહોર લઇ જવામાં આવ્યા હતા. કરાચી સ્ટેશન પર પાકિસ્તાનની ઈડી ફાઉન્ડેશન ચેરિટી દ્વારા તમામ ભારતીય માછીમારોને ભેટ આપી ભાઇચારાનો સંદેશ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લાહોરથી તેમને વાઘા બોર્ડર લાવવામાં આવશે, જ્યાં તેમને ભારતને સોંપવામાં આવશે.

English summary
Amid spat over Kulbhushan Jadhav-family meeting, Pakistan releases 145 Indian fishermen.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.