For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્નેસ્ટીએ કહ્યુ, “રોહિંગ્યા કટ્ટરપંથિઓએ કર્યો હતો હિંદુઓનો નરસંહાર”

માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની તપાસ મુજબ રોહિંગ્યા મુસલમાન કટ્ટરપંથિઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં ડઝનેક હિંદુ નાગરિકોની હત્યા કરી હતી.

|
Google Oneindia Gujarati News

માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની તપાસ મુજબ રોહિંગ્યા મુસલમાન કટ્ટરપંથિઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં ડઝનેક હિંદુ નાગરિકોની હત્યા કરી હતી. માનવાધિકારો માટે કામ કરતાં આ સમૂહનુ કહેવુ છે કે આરસા નામના સંગઠને એક કે સંભવતઃ બે નરસંહારોમાં 99 હિંદુ નાગરિકોને મારી નાખ્યા હતા. જો કે આરસાએ આ પ્રકારના કોઈ હુમલાને અંજામ આપ્યાનો ઈનકાર કરી દીધો છે. આ હત્યાઓ એ સમયે કરવામાં આવી હતી જ્યારે મ્યાનમારની સેના સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી. મ્યાનમારની સેના પર પણ અત્યાચાર કરવાનો આરોપ છે. મ્યાનમારમાં ગયા વર્ષે ઓગસ્ટ બાદ 7 લાખ રોહિંગ્યા અને અન્યને હિંસાને કારણે પલાયન કરવુ પડ્યુ હતુ. આ સંઘર્ષને કારણે મ્યાનમારની બહુસંખ્યક બૌદ્ધ અને અલ્પસંખ્યક આબાદી વિસ્થાપિત થઈ છે.

હિંદુ બાહુલ ગામો પર થયો હતો હુમલો

હિંદુ બાહુલ ગામો પર થયો હતો હુમલો

એમ્નેસ્ટીનું કહેવુ છે કે તેણે બાંગ્લાદેશ અને રખાઈનમાં ઘણા ઈન્ટરવ્યૂ કર્યા, જેનાથી પુષ્ટિ થઈ કે અરાકામ રોહિંગ્યા સૈલવેશન આર્મી (આરસા) એ આ હત્યાઓ કરી હતી. આ નરસંહાર ઉત્તરી મૌંગદા કસ્બા પાસેના ગામોમા થયો હતો. તે જ સમયે જ્યારે ઓગસ્ટ 2017ના અંતમાં પોલિસ ચોકીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આરસા અન્ય વિસ્તારોમાં પણ નાગરિકો સામે આ જ પ્રકારની હિંસા માટે જવાબદાર હતા. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે કે કેવી રીતે આરસાના સભ્યોએ 26 ઓગસ્ટના રોજ હિંદુ ગામ ‘અહ નૌક ખા મૌંગ સેક' પર હુમલો કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, "આ ક્રૂર અને અર્થહિન હુમલામાં આરસાના સભ્યોએ બહુ બધી હિંદુ મહિલાઓ, પુરુષો અને બાળકોને પકડ્યા અને ગામની બહાર લઈ જઈને મારતા પહેલા ડરાવ્યા." આ મામલે જીવતા બચેલા હિંદુઓએ એમ્નેસ્ટીને કહ્યુ કે તેમણે સંબંધીઓને મરતા જોયા અથવા તેમની ચીસો સાંભળી.

99 હિંદુઓનો નરસંહાર

99 હિંદુઓનો નરસંહાર

‘અહ નૌક ખા મૌંગ સેક' ગામની એક મહિલાએ કહ્યુ, "તેમણે પુરુષોને મારી નાખ્યા. અમને કહેવામાં આવ્યુ કે તેમની તરફ ના જોશો. તેમની પાસે ખંજર હતા. ભાલા અને લોખંડની પાઈપો પણ હતી. અમે ઝાડીઓમાં છૂપાયેલા હતા અને ત્યાંથી થોડુ ઘણુ જોઈ શકતા હતા. મારા કાકા, પિતા, ભાઈ... બધાની હત્યા કરી દીધી." અહીં આરસાના લડાકુઓ પર 20 પુરુષો, 10 મહિલાઓ અને 23 બાળકોને મારવાનો આરોપ છે જેમાંથી 14ની ઉંમર 8 વર્ષથી ઓછી હતી. એમ્નેસ્ટીએ કહ્યુ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સામૂહિક કબરોમાંથી 45 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. માર્યા ગયેલા અન્ય લોકોના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. જે દિવસે ‘અહ નૌક ખા મૌંગ સેક' પર હુમલો કરવામાં આવ્યો હતો તે જ દિવસે પડોશી ગામ ‘યે બૌક ક્યાર' ગામમાં 46 નો નરસંહાર થયો હતો. આ રીતે મૃતકોની કુલ સંખ્યા 99 થઈ જાય છે.

ગયા વર્ષે સામે આવ્યો હતો મામલો

ગયા વર્ષે સામે આવ્યો હતો મામલો

સપ્ટેમ્બર 2017 માં મોટા સ્તર પર રોહિંગ્યા મુસલમાન ભાગીને બાંગ્લાદેશ આવ્યા હતા. તેમણે મ્યાનમારના સુરક્ષા બળો દ્વારા કરાયેલા અત્યાચારોની કહાની સંભળાવી હતી. તે જ સમયે મ્યાનમારની સરકારે એક સામૂહિક કબર મળવાનો દાવો કર્યો હતો. સરકારનુ કહેવુ હતુ કે માર્યા ગયેલા લોકો મુસલમાન નહિ, હિંદુ હતા અને તેમને આરસાના કટ્ટરપંથીઓએ માર્યા છે. પત્રકારોને કબરો અને મૃતદેહો બતાવવા માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સરકારે રખાઈનમાં સ્વતંત્ર માનવાધિકાર શોધકર્તાને આવવાની મંજૂરી આપી નહિ. આ કારણે આ અંગે સ્થિતિ સ્પષ્ટ ન થઈ શકી કે છેવટે ‘અહ નૌક ખા મૌંગ સેક' અને ‘યે બૌક ક્યાર' ગામોમાં શું થયુ હતુ. તે સમયે મ્યાનમારની સેનાઓના અત્યાચારો સામે આવ્યા હતા પરંતુ ત્યાંની સરકાર આ આરોપોથી ઈનકાર કરી રહી હતી. એવામાં સરકારની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન લાગ્યા હતા. તે સમયે આરસાએ કહ્યુ હતુ કે તે નરસંહારમાં શામેલ નહોતા. આ સંગઠન તરફથી ચાર મહિનામાં કોઈ નિવેદન સામે આવ્યા નથી. મ્યાનમારને ફરિયાદ હતી કે રખાઈનથી એકતરફી રિપોર્ટિંગ કરવામાં આવી રહી છે પરંતુ બીબીસી સહિત વિદેશી મીડિયાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હિંદુઓની હત્યા કવર કરી હતી.

મ્યાનમારના સુરક્ષાબળોએ પણ કરી આલોચના

મ્યાનમારના સુરક્ષાબળોએ પણ કરી આલોચના

એમ્નેસ્ટીએ મ્યાનમારના સુરક્ષાબળો દ્વારા ચલાવાયેલા અભિયાનને ગેરકાયદેસર અને હિંસક બતાવતા તેમની પણ આલોચના કરી છે. માનવાધિકાર સંગઠનની રિપોર્ટ મુજબ "રોહિંગ્યા આબાદી પર મ્યાનમારના સુરક્ષા બળોના જાતીય નરસંહારવાળા અભિયાન બાદ આરસાએ હુમલા કર્યા હતા."
સંગઠનનું કહેવુ છે કે તેને "રખાઈન અને બાંગ્લાદેશની સીમા પર ડઝનેક લોકોના ઈન્ટરવ્યૂ અને ફોરેન્સિક પૈથલોજિસ્ટ્સ દ્વારા ફોટાની તપાસ બાદ એ વાત માલૂમ પડી છે." એમ્નેસ્ટીના અધિકારી તિરાના હસને કહ્યુ, "આ તપાસ ઉત્તરી રખાઈન રાજ્યમાં આરસા તરફથી માનવાધિકારોના ઉલ્લંઘન પર રોશની પાડે છે જેને સમાચારોમાં વધુ જગ્યા મળી નથી." "જે જીવતા બચેલા લોકોએ અમારી સાથે વાત કરી તેમની પર આરસાની ક્રૂરતાની જે છાપ છૂટી છે, તેને નજરઅંદાજ ન કરી શકાય. આ અત્યાચારોના જવાબ એટલા જ જરૂરી અને મહત્વના છે, જેટલી જવાબદારી ઉત્તરી રખાઈન પ્રાંતમાં મ્યાનમારના સુરક્ષાબળોની માનવતાના વિરોધમાં કરાયેલા અપરાધોની છે." ગયા વર્ષે ઓગસ્ટ બાદ 7 લાખથી વધુ રોહિંગ્યા મુસલમાન બાંગ્લાદેશ આવી ગયા છે જેમાં મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં છે. રોંહિંગ્યા, જેમાં મોટાભાગે અલ્પસંખ્યક મુસ્લિમ છે તેમને મ્યાનમારમાં બાંગ્લાદેશના ગેરકાયદે પ્રવાસી સમજવામાં આવે છે. હકીકત તો એ છે કે તેઓ ઘણી પેઢીઓથી મ્યાનમારમાં રહે છે. બાંગ્લાદેશ પણ તેને નાગરિકતા નથી આપતુ.

English summary
amnesty said rohingya extremists had done the massacre of hindu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X