મુસ્લિમ વિરોધી સ્ટીવ બેનન ટ્રમ્પના પહેલા નવરત્ન

Subscribe to Oneindia News

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ છે કે બ્રેટબાર્ટ ન્યૂઝના ચેરમેન સ્ટીફન બેનન કે જેને સ્ટીવ બેનનના નામથી પણ ઓળખવામાં આવે છે તે તેમના મુખ્ય રણનીતિકાર હશે. સ્ટીવ ટ્રમ્પના કેમ્પેઇનના સીઇઓ પણ હતા અને તે ટ્રમ્પ માટે આ મહત્વની ભૂમિકા ભજવશે.

trump


એક સમાન વિચારો ધરાવતા ટ્રમ્પ અને બેનન

રસપ્રદ વાત એ છે કે જેણે રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાના લોકોને ન ડરવાની અપીલ કરી છે તે ડોનાલ્ડ ટ્રમ્પે એક એવા વ્યક્તિને પોતાના રણનીતિકાર બનાવ્યા છે જે મુસલમાન વિરોધી છે. બેનનના મુસલમાનો અને ઇસ્લામ પર વિચારો એકદમ એવા જ છે જેવી વાતો ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાનમાં કહી હતી.

muslims


મુસલમાનોને ગણાવ્યા ટાઇમ બોમ્બ

બેનનની સાઇટે પશ્ચિમમાં વસેલા યુવા મુસ્લિમોને ટાઇમ બોમ્બ કહી દીધા. બેનન મુજબ તેમની સાથે સહાનુભૂતિ રાખવાનો મતલબ આતંકવાદ અને ચરમપંથીઓ સાથે સહાનુભૂતિ રાખવાનો છે. બેનનનું માનવુ છે કે બર્થ કંટ્રોલ મહિલાઓને પાગલ અને અનાકર્ષક બનાવી દે છે.


બ્રેટબાર્ટે એલજીબીટી અધિકરોની માંગ કરનારા, મહિલાઓના અધિકારોની માંગ કરનારા અને મહિલાઓની મજાક ઉડાવવાનું શરુ કર્યુ. આ ઉપરાંત સાઇટે ક્લાઇમેટ ચેંજને માનવાનો પણ ઇનકાર કરી દીધો. આટલુ જ નહિ ડેમોક્રેટ પાર્ટીની હિલેરી ક્લિંટન અને તેની નજીક ગણાતી હુમા અબેદિન પર મુસ્લિમ બ્રધરહુડના એજંટ હોવાનો પણ આરોપ લગાવી દીધો.

obama


રાષ્ટ્રપતિ ઓબામાની નાગરિકતા પર સવાલ

વર્ષ 2012 માં બેનનને બ્રેટબાર્ટની પૂરેપૂરી જવાબદારી મળી ગઇ હતી. ત્યારબાદ જ તેમણે મુસલમાનો અને ઇસ્લામ વિરોધી એડીટોરિયલ લખવાનું શરુ કર્યુ. બેનને અમેરિકામાં વસેલા મુસ્લમાનોને આતંકવાદનું સમર્થન કરનારા ગણાવ્યા.


આ ઉપરાંત ટ્રમ્પની જેમ જ બેનને પણ અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યો અને અશ્વેત અમેરિકી નાગરિકોને હિંસા માટે જવાબદાર ગણાવ્યા.

trump 2


શરુ થઇ ટીકાઓ


કેટલાક રાજનેતાઓ અને અગ્રણી વકીલોએ ટ્રમ્પને તેમનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. તેમનું કહેવુ છે કે ટ્રમ્પ તરફથી થયેલી નિયુક્તિ વ્હાઇટ હાઉસમાં નસ્લવાદને પ્રોત્સાહન આપશે.


માઇકલ કીગન અમેરિકાના પ્રોગ્રેસિવ પ્રેશર ગ્રુપના પ્રેસિડંટ છે. તેમણે કહ્યુ કે સ્ટીવ બેનનને મુખ્ય રણનીતિકાર ચૂંટવા સાથે જ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધુ છે કે તેમણે પોતાના અભિયાનમાં બોલેલી નસ્લવાદની વાતને જ આગળ વધારવાના છે.

trump 3


કોણ છે બેનન

જ્યારે અમેરિકાની જીઓપી તૂટવાની અણી પર હતી ત્યારેબેનનનું ભવિષ્ય પણ અંધકારમય હતુ. તે સમયે બેનને બ્રેટબાર્ટને શ્વેત નાગરિકો માટેનું કહીને પ્રચલિત કર્યુ હતુ. ઓગસ્ટમાં તે ટ્રમ્પની કેમ્પેઇન ટીમમાં જોડાયા હતા.
ત્યારબાદ તેઓ હંમેશા ઇંટરવ્યૂ આપવાથી બચતા રહ્યા. બેનન એક પૂર્વ નેવી ઓફિસર છે અને તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેમણે ગોલ્ડમેન સાક્સમાં પણ ઇનવેસ્ટમેંટ બેંકર તરીકે કામ કર્યુ અને ત્યારબાદ રાજકારણમાં જોડાયા.

English summary
Anti Muslim Steve Bannon the new chief strategist of New US President Donald Trump.
Please Wait while comments are loading...