લો બોલો, સ્થૂળતા વિરોધી ઝૂંબેશ બંધ કરવામાં આવી!!!

ચરબીયુક્ત ખોરાક પર કર વસૂલવાની જોગવાઇ અંતર્ગત જે ખાન-પાનની ચીજવસ્તુઓમાં ચરબીનું પ્રમાણ 2.3 ટકાથી વધારે હતું તેમાં કર લગાવવામાં આવ્યો હતો. આ પ્રકારના ઉત્પાદનોમાં દુધમાંથી બનતા ઉત્પાદનો, માંસ અને પેક્ડ ફૂડનો સમાવેશ થાય છે.
ડેનમાર્કના કર મંત્રાલયે આ કર પાછો ખેંચવા અંગે જણાવ્યું છે કે "ટેક્સના કારણે ખાન-પાનની વસ્તુઓ મોંઘી થઇ ગઇ છે. જેના કારણે લોકોની નોકરીઓ પર જોખમ ઉભું થયું છે. વધારાના કરને કારણે ડેનમાર્કમાં માખણ 37 અમેરિકન સેંટ જેટલું મોંઘુ થઇ ગયું હતું. આ સિવાયની વસ્તુઓમાં 2.7 ડૉલર સુધીનો વધારો થયો હતો. "
ડેનમાર્કના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ડેનમાર્કના 47 ટકા લોકોનું વજન સામાન્ય વજન કરતા વધારે છે, અને 13 ટકા લોકો સ્થૂળતાનો શિકાર છે. લોકો ચરબીવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરે તે માટે તેના પર કર લગાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
