For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદીમાં મહિલાઓ પર નજર રાખવા માટે Apple અને ગૂગલે બનાવી એપ

મહિલાઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નવી ટેક્નિક શોધવામાં આવી છે, જેને લઈ ગૂગલ અને એપલે વિશ્વભરમાંથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે ગૂગલ અને એપલે એક એપ બનાવી છે

|
Google Oneindia Gujarati News

સેન ફ્રાન્સિસ્કોઃ મહિલાઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નવી ટેક્નિક શોધવામાં આવી છે, જેને લઈ ગૂગલ અને એપલે વિશ્વભરમાંથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે ગૂગલ અને એપલે એક એપ બનાવી છે, જેના માધ્યમથી પુરુષ પોતાની પત્ની કે ઘરની મહિલાઓ પર નજર રાખી શકશે. આ એપ ખાસ કરીને સાઉદી અરેબિયા માટે તૈયાર કરવામાં આવી છે અને કદાચ અહીંના પિતૃસત્તા સમાજને આ એપ પસંદ પણ આવી રહી છે. આ એપના માધ્યમથી સાઉદીના પુરુષો પોતાના દેશથી બહાર જઈ રહેલી મહિલાઓ પર નજર રાખી શકશે. જો કે, આ બંને ટેક કંપનીઓ વિરુદ્ધ હ્યૂમન રાઈટ એક્ટિવિસ્ટથી લઈ લોકો સુધી વાંધો જતાવ્યો છે.

Saudi Arabia

અમેરિકી વેબસાઈટ 'ઈનસાઈડર'ના રિપોર્ટ મુજબ સાઉદી અરબમાં સરકારની મંજૂરી બાદ 'એબ્શર' નામની એપ લૉન્ચ થઈ છે. મહિલાઓની બોર્ડર ક્રોસ થવા પર આ એપ મહિલાના પતિ અથવા તો તેના પરિવારના કોઈપણ પુરુષ સભ્યને સૂચના આપી દેશે. જ્યારે મહિલા બોર્ડર પર પોતાનો પાસપોર્ટ દેખાડશે, ત્યારે ઘરના પુરુષ સદસ્યને આ વિશે મેસેજ દ્વારા સૂચના મળી જશે.

આ એપ્લિકેશને દેશ છોડવા માંગતી સાઉદીની મહિલાઓ માટે સમસ્યા ઉભી કરી દીધી છે. ગૂગલ સ્ટોરથી અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે, અને આ એપ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા અમેરિકી કંપની ગૂગલ અને એપલ પર સ્ત્રી દ્વેષને પ્રોત્સાહન આપવાનો અને લિંગભેદને બળ આપવાનો આોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગૂગલે તેના યુઝર્સને આપી સલાહ, ડેટા પર નિયંત્રણ રાખવાની અપીલ

આ રિપોર્ટ બાદ અત્યાર સુધીમાં ન માત્ર ગૂગલ અને ન માત્ર એપલે પોતાનો પક્ષ રાખ્યો છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ, હ્યૂમન રાઇટ વૉટ અને કેટલાય સામાજિક કાર્યકર્તાઓએ પણ તેનો વિરોધ જતાવ્યો છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું કે આ એપ મહિલાઓની આઝાદીને ન માત્ર ઘટાડશે, બલકે તેમને ખતરામાં પણ નાખશે. હ્યૂમન રાઇટ વૉચે કહ્યું કે ગૂગલ અને એપ્પલે મહિલાઓને ખતરામાં નાખવા અને તેમના શોષણને વધારવા જેવા ખતરનાક કામ કર્યાં છે. તેમના મુજબ આવા પ્રકારની એપ મહિલાઓ વિરુદ્ધના ભેદભાવની સાથોસાથ માનવાધિકાોના હનને પણ પ્રોત્સાહન આપી શકે છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલે ગૂગલ અને એપલને ફોન કરી આ બદલવાની માંગ કરી છે.

English summary
Apple, Google create App to track women in Saudi Arabia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X