For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર

ભારત સરકારના સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ કોરોનાવાયરસ વિરુદ્ધની લડાઈમાં દુનિયાને એકસાથે લાવવા માટે જી7 શિખર સંમેલનમાં પીએમ મોદીએ 'એક પૃથ્વી એક સ્વાસ્થ્ય'નો મંત્ર આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

શનિવારે પીએમ નરેન્દ્ર મોદીએ G7 શિખર સમ્મલન સત્રને સંબોધિત કર્યું. કોરોના કાળમાં આ બીજી વખત પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જી7 શિખર સંમેલનને સંબોધિત કર્યા. જણાવી દઈએ કે બ્રિટનના પીએમ બોરિસ જૉનસને પીએમ મોદીને સંમેલનમાં જવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ કોરોનાને પગલે પીએમ મોદીએ યૂકેની યાત્રા ટાળી મૂકી હતી . ભારત સરકારના સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ કોરોનાવાયરસ વિરુદ્ધની લડાઈમાં દુનિયાને એકસાથે લાવવા માટે જી7 શિખર સંમેલનમાં પીએમ મોદીએ 'એક પૃથ્વી એક સ્વાસ્થ્ય'નો મંત્ર આપ્યો છે.

PM Modi

ભારત સરકારના સૂત્રએ જણાવ્યું કે પીએમ મોદીએ આજે પણ જી7 શિખર સંમેલનના પહેલા આઉટરીચ સત્રમાં ભાગ લેતી વખતે પોતાના સંબોધનમાં દુનિયાને 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર આપ્યો. જી7 સમિટના ચાંસલર એંજેલા માર્કલે પણ વિશેષ રૂપે પીએમ મોદીના મંત્રને પૂનરાવર્તિત કર્યો અને પૂર્ણ સમર્થન આપ્યું. જ્યારે શિખર સમ્મેલનમાં ઓસ્ટ્રેલિયાઈ પીએમે પીએમ મોદી સાથે TRIPSમાં છૂટને લઈ ચર્ચા કરી સાથે જ ઓસ્ટ્રેલિયાના મજબૂત સમર્થનથી અવગત કરાવ્યા. સૂત્રો મુજબ જી7 સમિટમાં ફ્રાંસના પ્રેસિડન્ટે રસી માટે ભારત જેવા વેક્સીન ઉત્પાદકોને કાચા માલની આપૂર્તિનું આહ્વાન આપ્યું જેથી દુનિયા માટે મોટાપાયે વેક્સીન ઉત્પાદન સુનિશ્ચિત કરી શકાય.

જણાવી દઈએ કે આ વખતે સમ્મેલનની અધ્યક્ષતા બ્રિટન કરી રહ્યું છે. અગાઉ કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે, પીએમ મોદી જી7 સમૂહના શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે યૂકેની યાત્રા પર નહિ જાય. એમઈએના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે જી7 સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને અમેરિકા સામેલ છે.

English summary
At the G7 Summit, PM Modi gave the mantra of 'One Earth, One Health'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X