Israel Hamas War: ઇઝરાયેલ-હમાસની જંગ વચ્ચે રાષ્ટ્રપતિની હત્યાની કોશિશ, જુઓ વીડિયો
Israel Hamas War: એક મહિનાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. મોટાભાગના દેશો ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ગાઝા પટ્ટી પર હુમલા રોકવા માટેની માંગ કરી રહ્યા છે.
ઇસ્લામિક સંગઠન અને આતંકીઓ આ યુદ્ધ દ્વારા પોતાના અંગત હિતો સાધી રહ્યા છે. ઇસ્લામિક સંગઠન સન્સ ઓફ અબુ જંદાલ સોમવારના રોજ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને ઇઝરાયેલ વિરુદ્ધ સંપૂર્ણ યુદ્ધની ઘોષણા કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો.

આ ધમકી બાદ મંગળવારના રોજ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ અબ્બાસની હત્યાનો કથિત પ્રયાસ બતાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓની માંગણી પૂરી થયા બાદ જ અબ્બાસને નિશાન બનાવવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મહેમૂદ અબ્બાસની કારના કાફલા પર ખુલ્લું ફાયરિંગ જોઈ શકાય છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અબ્બાસના કાફલામાં એક બોડીગાર્ડને અચાનક ગોળી વાગી અને તે પડી ગયો હતા. આ પછી બાકીના અંગરક્ષકો હુમલાખોરો સાથે લડતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહમૂદ અબ્બાસ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ના પ્રમુખ છે. આ સંગઠન પેલિસ્તિનીયનના એક ભાગ પશ્ચિમ કાંઠા વિસ્તારનું સંચાલન કરે છે. પેલિસ્તિનીયન ઓથોરિટી હમાસને સમર્થન આપતી નથી, જે પેલિસ્તિનના ગાઝા પટ્ટી વિસ્તાર પર શાસન કરે છે. અબુ જંદાલ પેલિસ્તિનની સુરક્ષા સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોનું સંગઠન છે.
અહેવાલો અનુસાર, અબ્બાસના કાફલા પર થયેલા ફાયરિંગમાં એક બોડીગાર્ડને ગોળી વાગી હતી. અબુ જંદાલના પુત્રોએ પણ આ હુમલાની જવાબદારી લીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે. આ સંગઠન પશ્ચિમ કાંઠે પેલિસ્તિનની સુરક્ષા સંસ્થામાંથી બહાર આવ્યું છે.
આ સંગઠને માગ કરી હતી કે, ગાઝા પર હુમલાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ અબ્બાસ 24 કલાકની અંદર ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરે. અબુ જંદાલના પુત્રોએ જણાવ્યું હતું કે, તે પેલિસ્તિનની સુરક્ષા સંસ્થાઓ સાથે સંકળાયેલા કેટલાક લોકોનું સંગઠન છે.
🚨BREAKING:
— SPEAKER OF PALESTINE 🏵️ (@Alicecdqai) November 7, 2023
Assassination attempt on Palestinian President Mahmoud Abbas! One of his bodyguards was killed#Gaza #CeasefireForGazaNOW#GazaGenocide by #HamasTerrorists #FreePalestineNow #GazaHolocaust #FreePalestineNow#AUSvsAFG #غزة_تزحف_الى_القدس #الهلا #فلسطين_تنتصر#Israel pic.twitter.com/VOhT8SZ61Z












Click it and Unblock the Notifications
