For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેંટિલેટર પર સલમાન રશ્દી, આંખોની રોશની જવાનુ જોખમ, જાણો હુમલા બાદ કેવી છે લેખકની હાલત

હુમલા બાદ ભારતીય મૂળના નવલકથાકાર અને જાણીતા લેખક સલમાન રશ્દી હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ હુમલા બાદ ભારતીય મૂળના નવલકથાકાર અને જાણીતા લેખક સલમાન રશ્દી હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. ન્યૂયોર્કના બફેલો પાસેના ચૌટાઉક્વામાં એક કાર્યક્રમ દરમિયાન લેખક સલમાન રશ્દી પર હુમલો થયો હતો. સલમાન રશ્દીને 10-15 વાર ચાકુ મારીને ઘાયલ કરવામાં આવ્યા છે. ગળા અને ધડમાં છરા ઘોંપાયા બાદ કલાકોની સર્જરી બાદ હાલમાં સલમાન રશ્દી વેન્ટિલેટર પર છે. રૉયટર્સે તેના બુક એજન્ટને ટાંકીને અહેવાલમાં જણાવ્યુ હતું કે તેમની આંખોની રોશની કદાચ જઈ શકે છે.

Salman Rushdie

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સલમાન રશ્દીના એજન્ટ એન્ડ્ર્યુ વાયલીએ શુક્રવારે સાંજે 7 વાગ્યાના થોડા સમય પહેલા જ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યુ હતુ. જેમાં તેણે જણાવ્યુ હતુ કે લેખક સલમાન રશ્દી વેન્ટિલેટર પર છે અને બોલી શકતા નથી. સલમાન રશ્દીના એજન્ટ એન્ડ્રુ વાઈલીએ કહ્યુ હતુ, 'સમાચાર સારા નથી. સલમાનની એક આંખ ગુમાવવાની સંભાવના છે, તેના હાથની નસ તૂટી ગઈ હતી અને તેના લીવરમાં છરો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને સંપૂર્ણપણે નુકસાન થયુ હતુ.'

પોલીસે જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સલમાન રશ્દીને ગળા અને ધડમાં ચાકુ મારવામાં આવ્યુ હતુ. સાથે જ તેcના પેટમાં પણ છરો માર્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હાલ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. ન્યtયોર્ક સ્ટેટ પોલીસે સલમાન રશ્દી પર હુમલો કરનાર શકમંદની ઓળખ ન્યt જર્સીના 24 વર્ષીય હાદી માતર તરીકે કરી છે. જો કે, તેણે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તેની પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી.

તમને જણાવી દઈએ કે ભારતીય મૂળના બ્રિટિશ લેખક રશ્દીને તેમના પુસ્તક 'ધ સેટેનિક વર્સિસ' માટે ઈરાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. સલમાન રશ્દીનુ આ પુસ્તક 1988માં રિલીઝ થયુ હતુ. 30 વર્ષ પહેલા સલમાન રશ્દી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યા બાદ હવે તેમના પર હુમલો થયો છે.

English summary
Author Salman Rushdie is on a ventilator likely lose one eye after being stabbed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X