For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉડી-બિલ્ડીંગ સ્પર્ધા બિકિની પહેર્યા વિના જીતી આ મુસ્લિમ મહિલા, જાણો કેવી રીતે

બાંગ્લાદેશમાં રવિવારે એક મહિલા બૉડી-બિલ્ડીંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં એક મુસ્લિમ મહિલા અવોના રહેમાને જીત મેળવીને ઈતિહાસ રચી દીધો.

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશમાં રવિવારે એક મહિલા બૉડી-બિલ્ડીંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં એક મુસ્લિમ મહિલા અવોના રહેમાને જીત મેળવીને ઈતિહાસ રચી દીધો. અવોનાએ માત્ર 19 વર્ષની ઉંમરમાં આ સ્પર્ધામાં જીત મેળવી છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ રહી કે તેણે બિકિની પહેર્યા વિના જ સ્પર્ધામાં જીત મેળવી.

awhona rehman

બાંગ્લાદેશ એક મુસ્લિમ બહુલ દેશ છે એટલા માટે સ્પર્ધામાં ભાગ લેનાર કોઈ પણ મહિલા માટે આ નિયમ પહેલેથી નક્કી કરવામાં આવ્યો હતો કે તે બિકિની નહિ પહેરે. બધી 29 મહિલા સ્પર્ધકોએ ડ્રેસ કોડ અનુસાર પોતાના શરીર ઢાંકીને મસલ્સ પોઝ કરવાના હતા. ત્રણ દિવસ સુધી રાજધાની ઢાકામાં ચાલેલી આ સ્પર્ધાને જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા.

awhona rehman

પોતાની જીત પર અવોનાએ ઘણી ખુશી વ્યક્ત કરી અને જણાવ્યુ કે કેવી રીતે આ સ્પર્ધા માટે તેણે મહેનત કરી હતી. અવોનાએ કહ્યુ કે તે ચેમ્પિયન બનીને ઘણી ખુશ છે પરંતુ તેના દિમાગમાં એ વાત ક્યારેય નથી આવી કે પોતાનુ શરીર બતાવવા માટે તેની ટીકા થઈ શકે છે. અવોનાએ કહ્યુ કે અમને આ સ્પર્ધા માટે વિશેષ ડ્રેસ કોડ આપવામાં આવ્યો હતો.

અવોના રહેમાનના પરિવારમાં તેના ભાઈ પણ બૉડી બિલ્ડર છે. તે પોતાનુ જીમ ચલાવે છે. તેમણે જ અવોનાને બૉડી બિલ્ડર બનવા માટે પ્રોત્સાહિત કરી હતી. અવોનાએ પોતાની જીતનો શ્રેય પોતાના મોટા ભાઈને આપ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સહિત દુનિયાભરમાં મહિલા બૉડી-બિલ્ડિંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. જેમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લે છે. સોશિયલ મીડિયા પર એવી ઘણી મહિલા બૉડી બિલ્ડર્સ છે જેમને લાખો લોકો ફોલો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ? જાણોઆ પણ વાંચોઃ 'ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ? જાણો

English summary
awhona rehman becomes first bodybuilding champion of bangladesh know how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X