For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નશામાં ચૂર હાલતમા જનમ્યું બાળક, ડોક્ટર અવાચક

|
Google Oneindia Gujarati News

અમિતાભ બચ્ચનની શરાબી ફિલ્મનો ડાયલોગ તમને યાદ હશે, ' કોઇ પેટ સે દારૂ પીના સીખ કર પૈદા નહીં હતા ડૈડી, હાલાત ઓર અકેલાપન ઉસે શરાબ કી ઓર ખિચકર લે જાતે હે. હાં હાં મે શરાબી હૂં, મગર મુજે શરાબી બનાયા કિસને? હાલાત ને!' કદાચ તમે પણ આ જ માનતા હશો, કે કોઇ પણ વ્યક્તિ કોઇ કામ પેટમાંથી સીખીને નથી આવતું, પરંતુ પોલેન્ડમાં જન્મેલુ એક બાળક, જ્યારે જનમ્યુ ત્યારે, ત્યારે તે નશામાં ચૂર હતું.

આ વાચીને તમે અવાચક જરૂર થયા હશો અને કદાચ તમને હાસ્ય પણ ઉપજ્યું હશે, પરંતુ આગળ વાંચતા પહેલા આ બાળક માટે દુઆઓ માંગો, જેને તેની માતાએ જનમતા પહેલા પહેલા જ દારૂડિયો બનાવી દીધો. આ સમાચાર પોલેન્ડની છે, જ્યાં એક 24 વર્ષીય ગર્ભવતી મહિલાએ એટલો દારૂ પી લીધો કે દારૂ પેટમાં ઉછરી રહેલા બાળકની નસોમાં દોડી રહેલા લોહીમાં ભળી ગયો.

baby
જન્મેલા બાળકની જ્યારે તપાસ કરવામાં આવી તો, જાણવા મળ્યું કે તેની નસોમાં 4.5 ગ્રામ આલ્કોહોલ છે. તેના હૃદયના ધબકારા પણ સામન્ય કરતા ઓછા હતા, ડોક્ટર્સે તેને આઇસીયુમાં રાખ્યું છે અને હવે તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના પ્રવક્તા વોશિખે જાવાલ્સકીએ કહ્યું કે બાળક હાલ ખતરાની બહાર છે, પરંતુ હજુ પણ કંઇ કહી શકાય તેમ નથી.

આ બાળકની મા હોસ્પિટલમાં કેવી રીતે પહોંચી તે પણ એક દર્દનાક કહાણી સમાન છે. આઠ મહિનાનો ગર્ભ ધારણ કરેલી 25 વર્ષીય ક્રિસ્ટીના દારૂ પીને કાર ચલાવી રહી હતી. રસ્તામાં તેણે કાર રોકી અને એક બારમાં જઇને વધુ દારૂ પીધો અને કાર ફરી હંકારી મુકી. પોલેન્ડમાં દારૂ પીને વાહન ચલાવવાની લીમિટ લોહીમાં 0.2 ગ્રામ આલ્કોહોલ સુધીની છે, પરંતુ ક્રિસ્ટીનાની નસોમાં 23 ગણો આલ્કોહોલ પહોંચી ગયો હતો.

આ વચ્ચે નશામાં ચૂર ક્રિસ્ટીનાએ એક કારને ટક્કર મારી અને તેની સાથે લડવા લાગી. ક્રિસ્ટીના ત્યાં જ બેભાન થઇ ગઇ. સ્થાનિક લોકો તેને તુરંત હોસ્પિટલ લઇ ગયા, જ્યાં તેની સિજેરિયન ડિલેવરી કરવામાં આવી હતી. ક્રિસ્ટીના હાલ જેલમાં છે, પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે આખરે એવું તે શું કારણ હતુ કે તેણે તેના નવજાત બાળકને મોતના ખપ્પરમાં ધેકલવાના પ્રયાસો કર્યા.

English summary
A baby boy born drunk in Poland as his mother consumed heavy amount of alcohol. Infant is now in ICU, but condition is stable.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X