For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વાનગીઓના શોખીન છે ઓબામા દંપતિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

obama
વોશિગ્ટન, 10 જુલાઇ: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામા ભારતીય વાનગીઓના પ્રશંસક છે. બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં આયોજિત 'કિડ્સ સ્ટેટ ડિનર' દરમિયાન ભારતીય મૂળની 10 વર્ષીય એમ્મા અને તેની માતા આશા સાઇલ્જોને મસાલા અને ભોજન પ્રત્યે પોતાની પસંદ વિશે જણાવ્યું હતું.

આશાએ કહ્યું હતું કે અમે જ્યારે બરાક ઓબામાને પૂછ્યું તો તેમને જણાવ્યું હતું કે તેમને મસાલા ખૂબ પસંદ છે અને જ્યારે અમને મિશેલ ઓબામાને પૂછ્યું તો તેમને જણાવ્યું હતું કે તેમને ભારતીય જમવાનું ખુબ પસંદ છે. અમેરિકાની પ્રથમ મહિલ મિશેલે જણાવ્યું હતું કે વોશિગ્ટન ડીસીમાં રસિકા નામની ભારતીય રેસ્ટોરંટ તેમની પસંદગીની રેસ્ટોરન્ટની યાદીમાં સામેલ છે.

આશાએ જણાવ્યું હતું કે મે તેમને જણાવ્યું હતું કે રસિકા મારી પણ પસંદગીની રેસ્ટેરન્ટ છે. બાળકોમાં જાડાપણું રોકાવાની ઝુંબેશ હેઠળ વ્હાઇટ હાઉસ 'ધ હેલ્થી લંચટાઇમ ચેલેંજ એન્ડ કિડ્સ સ્ટેટ ડિનર' આયોજિત કરે છે. આ રાત્રિભોજન માટે અમ્મા સહિત તે 54 બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમની વાનગીઓને આ ઝુંબેશ હેઠળ પસંદ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ દરમિયાન બાળકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જ્યારે હું બાળક હતો ત્યારે મારા પરિવારમાં શાકભાજીઓ બનતી હતી તેમને ફક્ત ઉકાળી દિધો હતો માટે મને શાકભાજી પસંદ ન હતી પરંતુ હવે હું વાસ્તવમાં શાકભાજી પસંદ કરું છું કારણ કે સારી બનાવી શકાય છે.

ઓબામાએ કહ્યું હતું કે હું હું ખુબ સારું જમવાનું બનાવી શકતો નથી કે ખુબ ખરાબ બનાવી શકતો નથી. મને જમવાનું બનાવવા માટે સમય મળતો નથી. તમે એટલી સ્વાદિષ્ટ વ્યજંન બનાવ્યા છે જેનાથી ખબર પડે છે કે તમે કેટલા રચનાત્મક છે અને આનાથી એ પણ સાબિત થાય છે કે સ્વાદિષ્ટ ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારાક પણ હોય શકે છે.

English summary
President Barack Obama and First Lady Michelle have shared a tender moment when he surprised a group of children during a White House luncheon, in a rare public display of affection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X