For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાએ મોદીને કહ્યું 'કેમ છો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર...!'

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 30 સપ્ટેમ્બર: 'કેમ છો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર..' આ શબ્દોની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસના દરવાજા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું, જેને સાંભળીને જ મોદી સહીત અત્રે હાજર તમામ લોકોના ચહેરા પર મધુર મુસ્કાન આવી ગઇ.

આ વાતની જાણકારી મીડિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ટ્વિટર દ્વારા આપી.

ભારતના વડાપ્રધાન બાદ નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની આ પહેલી મુલાકાત હતી જે બંને દેશો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી. સ્વાગત બાદ ઓબામા અને મોદી ડિનર ટેબલ પર મળ્યા.

મિશેલ ઓબામા ડિનર મીટમાં ગેરહાજર

આ ડિનર ટેબલ પર અમેરિકા તરફથી ઉપ રાષ્ટ્રપતિ જોય બિડેન, વિદેશ મંત્રી જોન કેરી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુજૈન રાઇસ અને ઇન્ડિયા તરફથી વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ, વિદેશ સચિવ સુજાતા સિંહ અને રાજદૂત એસ જયશંકર હાજર હતા. જોકે આ મીટમાં બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ પણ હાજર રહેવાનું હતું પરંતુ કોઇ કારણોસર હાજર રહ્યા ન્હોતા.

જોકે નવરાત્રિ ઉપવાસના કારણે નરેન્દ્ર મોદીએ ભોજન લીધું નહીં. આ ડિનર ટેબલ પર તેમણે અને ઓબામાએ બંને દેશોના મહત્વના મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી, જેનું પરીણામ એ આવ્યું કે મોદી-ઓબામાની ડિનર મીટ નિર્ધારિત સમય એટલે કે 90 મિનિટ કરતા પણ વધારે ચાલી.

modi
બંને નેતાઓએ કરી મહત્વના મુદ્દાઓ પર વાતચીત

આ પહેલા મોદી જ્યારે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા તો ત્યાં લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. લોકો મોદીની એક ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હતા. જે સમયે મોદીનું પ્લેન એંડ્ર્યૂઝ એરફોર્સ બેઝ પર ઉતર્યું કે તરત ત્યાં ઉપસ્થિત લોકોએ મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા અને 'ભારત માતાની જય હો..'ની સાથે આખુ વાતાવરણ ભારતમય બનાવી દીધું.

મોદી વ્હાઇટ હાઉસની સામે આવેલા બ્લેયર હાઉસમાં રોકાયા છે, જેને સરકારી અતિથિઓ માટે આરક્ષિત કરવામાં આવેલું છે. જોકે બંને નેતાઓ વચ્ચે આજે મુખ્ય વાર્તા થશે, દ્વિપક્ષીય સંબંધો પર બંને નેતાઓ અધિકારીક વાર્તા કરશે. આ વાર્તામાં મોદીની સાથે વિદેશી મંત્રી સુષમા સ્વરાજ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દાવોલ અને અમેરિકામાં ભારતીય રાજદૂત એસ. જયશંકર પણ હાજર રહેશે.

English summary
Indian Prime Minister Narendra Modi is meeting US President Barack Obama at the White House on Monday evening, ahead of formal talks on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X