For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના પરમમિત્ર પર લાગ્યો બળાત્કારનો આરોપ, ન્યૂઝ ચેનલે આપી ક્લીન ચિટ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 16 ફેબ્રુઆરી: અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર બરાક ઓબામા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો! હવે આપને થતું હશે કે ઓબામા પર બળાત્કારનો આરોપ! જોકે આ ઘટના એવી છે કે ફોકસ ન્યૂઝની એક ભૂલના કારણે ઓબામા પર બળાત્કારનો આરોપ લાગી ગયો.

ન્યૂઝ ચેનલની ભૂલ
આપે હંમેશા ટીવી ચેનલ્સને ભૂલો કરતા જોઇ હશે, આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા જેવા દેશોમાં પણ થાય છે. પરંતુ નાની મોટી ભૂલ હોય તો સમજી શકાય પરંતુ જો અમેરિકાના રાષ્ટ્રપતિ પર જ બળાત્કારનો આરોપ લગાવી દેવામાં આવે તો એ ભૂલ સાખી લેવાય એવી નથી.

obama
ફોકસ 5 ચેનલે બળાત્કારના આરોપીના એક સમાચાર દરમિયાન બરાક ઓબામાની તસવીરને સ્ક્રીન પર બતાવી દીધી. જેની પર નો ચાર્જીસનું કેપ્શન લખેલું હતું, એટલે કે કોઇ આરોપ નથી. જોકે જે બળાત્કારના સમાચાર દરમિયાન ઓબામાની તસવીરને ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવી, તે સમયે એમ એવોર્ડ વિજેતા એંકર કેથલીન બેડ ન્યૂઝ વાંચી રહી હતી અને બિલકૂલ તેમની સામે બરાક ઓબામાની તસવીર સ્ક્રીન પર દેખાઇ રહી હતી.

ભૂલથી થયું કે જાણી જોઇને!
એટલું જ નહીં ઓબામાની તસવીરની નીચે એ પણ લખ્યું હતું કે તેમની પર કોઇ આરોપ નથી. એવામાં સવાલ એ ઉઠે છે કે જો તસવીર ભૂલથી સ્ક્રીન પર દેખાઇ તો તેની પર કેપ્શન કેવી રીતે આવ્યું. એટલે કે આ તસવીર સ્ક્રીન પર બતાવતા પહેલા તેની પર કેપ્શન પણ લખવામાં આવ્યું હશે.

ચેનલે માફી માગવાનો કર્યો ઇનકાર
બીજી તરફ ચેનલના એસાઇંનમેંટ એડીટર માઇક વિલે આ ભૂલને સ્વીકારી લીધી. પરંતુ ચેનલે ઓનએર આ ભૂલની માફી માગવાનો ઇનકાર કરી દીધો. ચેનલનું કહેવું છે કે આ પ્રકારની નાની ભૂલ પર ઓનએર માફી ના માગી શકાય.

જુઓ વીડિયો...

English summary
As Tv news errors go it doesnt come much worse than labelling the President of the United States of America a rapist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X