બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને થયો કોરોના, વેક્સીનના બંને ડોઝ લગાવી લીધા હતા
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને થયો કોરોના, વેક્સીનના બંને ડોઝ લગાવી લીધા હતા
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે શનિવારે કહ્યું કે તેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને સેલ્ફ-આઈસોલેશનમાં છે. તેમણે કહ્યું કે તેમને બીમારીના બહુ હળવા લક્ષણ છે. જાવિદે ટ્વીટ કર્યું કે, 'આજે સવારે કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યો. હું મારા પીસીઆર તપાસના રિઝલ્ટનો ઈંતેજાર કરી રહ્યો છું, પરંતુ સૌભાગ્યથી મેં રસીના બંને ડોઝ લઈ લીધા હતા અને તેના લક્ષણ હળવાં છે. જો તમે રસી ના લગાવી હોય તો કૃપિયા કરીને તરત રસી લગાવી આવો.'

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટમાં લખ્યું, 'કોરોનાવાયરસની રસીના મેં બંને ડોઝ લઈ લીધા હતા અને અત્યાર સુધીના મારા લક્ષણ ખુબ હળવા છે.'
વર્ષ 2020માં મહામારીની પહેલી લહેર દરમિીયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ કોરોનાવાયરસ સંક્રમણના લપેટામાં આવી ગયા હતા. આ દરમિયાન બ્રિટનમાં કોરોનાવાયરસ સંક્રમણના 51870 નવા મામલા સામે આવ્યા છે, જે 15 જાન્યુઆરી બાદ સૌથી વધુ આંકડા છે. દેશમાં મહામારીથી વધુ 49 લોકોના મોત થયાં હોવાના અહેવાલ છે.
જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ ક્ષેત્રમાં સોમવારથી લૉકડાઉનના નિયમો સમાપ્ત થવા જઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાંતોએ સંક્રમણ દર વધુ હોવાના કારણે માસ્ક સહિત કેટલાક કાનૂની પ્રતિબંધો બનાવી રાખવાનું આહ્વાન કર્યું છે.












Click it and Unblock the Notifications
