For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંટાળીને બોરિસ જોન્સન છોડશે PMની ખુરશી

યુનાઇટેડ કિંગડમ પણ મહારાષ્ટ્ર જેવા રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. રાજકીય ઉથલપાથલ પણ છે. દરમિયાન, બ્રિટિશ મીડિયામાંથી એવી માહિતી આવી રહી છે કે વડા પ્રધાન બોરિસ જોનસન રાજીનામું આપવા તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

યુનાઇટેડ કિંગડમ પણ મહારાષ્ટ્ર જેવા રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. રાજકીય ઉથલપાથલ પણ છે. દરમિયાન, બ્રિટિશ મીડિયામાંથી એવી માહિતી આવી રહી છે કે વડા પ્રધાન બોરિસ જોનસન રાજીનામું આપવા તૈયાર છે.

મંત્રીઓએ રાજીનામાની અપીલ કરી હતી

મંત્રીઓએ રાજીનામાની અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે કે યુકેના નવા નાણા મંત્રી નદીમ જહાવીએ ગુરુવારના રોજ વડાપ્રધાન બોરિસ જોન્સનને રાજીનામું આપવાની અપીલ કરી હતી. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન, તમે જાણો છો કે શું કરવું યોગ્ય છે અને હવે રાજીનામું આપો.

સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે બ્રિટનના શિક્ષણ મંત્રી મિશેલ ડોનેલનનું બે દિવસ પહેલા પ્રમોશન કરવામાં આવ્યું હતું. તેમણે ગુરુવારના રોજ રાજીનામું આપતા જણાવ્યું કે વડાપ્રધાન બોરિસ જોન્સને તેમને "અશક્ય સ્થિતિમાં" મૂક્યા છે. તેમણે કહ્યું કે મને ખૂબ જ દુઃખ છે કે આ વાત સામે આવી છે, પરંતુ એક વ્યક્તિ તરીકે જે ઈમાનદારીને સૌથી વધુ મહત્વ આપે છે, મારી પાસે કોઈ વિકલ્પ નથી.

જોહ્ન્સન પર મંત્રીઓના રાજીનામાનું દબાણ હતું

જોહ્ન્સન પર મંત્રીઓના રાજીનામાનું દબાણ હતું

અગાઉ બુધવારે, બોરિસ જ્હોન્સનના ટોચના સહાયકોમાંના એકે દાવો કર્યો હતો કે તે "અત્યંત ઉત્સાહિત" છે અને બ્રિટનના વડાપ્રધાનતરીકે રહેવા માટે "વિષમતાઓનો સામનો કરશે". આવા સમયે, ગૃહમંત્રી પ્રીતિ પટેલ સહિત કેબિનેટમાં વડાપ્રધાનના ઘણા નજીકના લોકોહવે તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે.

જ્હોન્સન દ્વારા તેમના એક વરિષ્ઠ પ્રધાનને બરતરફ કર્યાના સમાચાર સામે આવ્યા પછી તરત જ તેમના ટોચના સહાયકનું આ નિવેદનઆવ્યું છે. એવું માનવામાં આવે છે કે, વરિષ્ઠ મંત્રીઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં જોહ્ન્સનને રહેવાની તરફેણમાં ન હતા.

વરિષ્ઠ કેબિનેટ મંત્રી માઈકલ ગોવે જ્હોન્સનને વડાપ્રધાન પદ છોડવા જણાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્હોન્સને ત્યારબાદ માઈકલ ગોવને 'ડાઉનિંગ સ્ટ્રીટ' પર બોલાવ્યા અને તેમને મંત્રીની હકાલપટ્ટીની જાણકારી આપી.

આગામી ઉનાળા સુધી વડાપ્રધાન તરીકે રહી શકે છે જોનસન

આગામી ઉનાળા સુધી વડાપ્રધાન તરીકે રહી શકે છે જોનસન

વર્તમાન નિયમો હેઠળ, જોહ્ન્સન તાજેતરના વિશ્વાસ મત જીત્યા બાદ આગામી ઉનાળા સુધી વડાપ્રધાન રહી શકે છે. જોકે, બ્રિટિશ મીડિયાનુંકહેવું છે કે '1922 કમિટી'ની એક્ઝિક્યુટિવ કોઈપણ સમયે નિયમોમાં ફેરફાર કરી શકે છે.

એક સમાચાર અહેવાલમાં જ્હોન્સનના નજીકના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન જાણે છે કે, તેમની પાસે 1.4 કરોડલોકોનો જનાદેશ છે અને તેમને પદ પરથી હટાવવાનો એકમાત્ર રસ્તો તેમની પાસેથી તે જનાદેશ છીનવી લેવાનો છે.

ગૃહ પ્રધાન પટેલે બુધવારના રોજ પણ જાહેરાત કરી હતી કે, તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે જોન્સનને સમર્થન પાછું ખેંચી લેશે.યુકેના મીડિયા અહેવાલો અનુસાર, તે પ્રધાનોના જૂથમાં જોડાઈ છે જે વડાપ્રધાનના પદ છોડવાની માગ કરી રહ્યા છે.

જ્હોન્સન સરકારનેમોટો આંચકો આપતાં નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદે મંગળવારના રોજ પોતપોતાના પદ પરથી રાજીનામું આપીદીધું હતું.

English summary
Boris Johnson will leave the PM post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X