BRICS Summit : ચલો મળીને દુનિયાની સમસ્યા દૂર કરીએ
ચીનમાં આજથી શરૂ થયેલી 9મી બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિયોમેન પહોંચી ચૂક્યા છે. આ સાથે જ આ સંમેલનમાં હાજરી આપવા રાષ્ટ્રપતિ પુટિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઇકલ ટેમર અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકોબ જૂમા પહોંચી ચૂક્યા છે. ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ તમામનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે આપણા તમામના સૂરમાં એક જ વાત હોવી જોઇએ અને આંતરાષ્ટ્રિય શાંત તથા વિકાસ સંબંધિત મુદ્દામાં સંયુક્ત રીતે સમાધાન રજૂ થવું જોઇએ.
શી જિનપિંગે કહ્યું કે રાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં આપણાં મતભેદા છે તેમ છતાં આ 5 દેશો વિકાસના સમાન ચરણમાં છે. સાથે જ તેમણે કહ્યું કે દુનિયામાં મોટું પરિવર્તન થઇ રહ્યું છે. તેવામાં બ્રિક્સનો સહયોગ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ઉલ્લેખનીય છે કે આ વખતના બ્રિક્સ સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે એનએનએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ એસ. જયશંકર પણ ચીન પહોંચ્યા છે. અને હાલ બ્રિક્સનું પૂર્ણ સત્ર શરૂ થયું છે. જ્યાં તમામ રાષ્ટ્રધ્યક્ષ હાજર છે.