For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Britain Economic crisis : બ્રિટનમાં અર્થિક મંદીના એંધાણ, રાહત પહેલા સ્થિતિ વધુ બગડશે

બેંક ઓફ ઈંગ્લેન્ડે તેના અગાઉના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, મંદી લાંબા સમય સુધી ચાલશે, પરંતુ આ મંદી ઊંડી નહીં હોય. આમ છતાં બ્રિટનમાં સામાન્ય અસર થશે.

|
Google Oneindia Gujarati News

Britain Economic crisis : રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટનના નાણાંપ્રધાન જેરેમી હંટે પુનરોચ્ચાર કર્યો છે કે, દેશના લોકોને આર્થિક સંકટમાંથી રાહત મળે તે પહેલા સ્થિતિ વધુ ખરાબ થશે. અર્થશાસ્ત્રીઓના મતે દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિને જોતા હંટનું આકલન યોગ્ય દિશામાં છે. આ મૂલ્યાંકનના કારણે અર્થશાસ્ત્રીઓ દ્વારા ઓકટોબર માસના આર્થિક ડેટાને વધુ મહત્વ આપવામાં આવી નથી.

Britain Economic crisis

આ આંકડાઓ અનુસાર સપ્ટેમ્બરની સરખામણીમાં ઓકટોબરમાં બ્રિટિશ અર્થતંત્રમાં વૃદ્ધિ થઈ હતી, પરંતુ નિષ્ણાતોએ ધ્યાન દોર્યું છે કે, આ વધારો માત્ર એટલા માટે દેખાઈ રહ્યો છે. કારણ કે, સપ્ટેમ્બરમાં આર્થિક પ્રવૃત્તિમાં 0.6 ટકાનો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર મહિનો રાણી એલિઝાબેથ II ના અવસાનને કારણે બેંક રજાઓ રહી હતી. જે કારણે આર્થિક ગતિવિધિઓમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

ઓકટોબરમાં આર્થિક પ્રવૃત્તિમાં 0.5 ટકાનો વધારો થયો છે. આ હોવા છતાં વાસ્તવિક સ્ટોરીએ છે કે, લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે. બીજી તરફ બેંક ઓફ ઈંગ્લેન્ડ આ અઠવાડિયે ફરી વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. બજાર એજન્સીઓ અપેક્ષા રાખે છે કે, વધતા વ્યાજ દરોને કારણે અર્થતંત્ર આગામી કેટલાક મહિનાઓ સુધી સંકોચાઈ જશે. સંકોચનનો આ તબક્કો શિયાળા બાદ પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

આ દરમિયાન બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફુગાવો તેની ટોચે પહોંચી ગયો છે, જ્યાંથી હવે ઘટવાની સ્થિતિ સર્જાશે. જો આવું થાય તો બેંક વ્યાજ દરમાં વધારો કરવાના વર્તમાન વલણને રોકી શકે છે. ત્યારે અર્થવ્યવસ્થામાં સુધારાની સંભાવના રહેશે, પરંતુ ઘણા નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, વર્તમાન આર્થિક કટોકટી તરફ દોરી ગયેલા મૂળભૂત કારણોને ધ્યાનમાં લીધા વગર આવી આશાઓ પૂર્ણ થવાની શક્યતાઓ નથી.

ફુગાવો અને આર્થિક પતન એ અત્યારે માત્ર બ્રિટનની સમસ્યા નથી. બલ્કે આખા યુરોપમાં આવું થઈ રહ્યું છે. અમેરિકા પણ આ સમસ્યામાંથી બચ્યું નથી. નવેમ્બરમાં યુએસમાં ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, દેશ મંદીમાં અટવાઈ જવાની શક્યતાઓ પ્રબળ છે. આ સાથે યુરોપની મહત્વની અર્થવ્યવસ્થાઓ પર પણ મંદીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, રશિયા પાસેથી સસ્તી ઉર્જા અને ચીનથી સસ્તી ઉપભોક્તા ચીજવસ્તુઓના પ્રવાહને તોડવાને કારણે યુરોપની સમૃદ્ધિ જોખમમાં છે. યુકેના ઘણા નિષ્ણાતો પણ આ અભિપ્રાય સાથે સહમત થયા છે. અખબાર ધ ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, સવાલ હવે એ નથી કે, અર્થવ્યવસ્થા મંદીમાં આવશે એ ચોક્કસ છે. હવે સવાલ એ છે કે, આ મંદી કેટલી ઊંડી હશે અને ક્યાં સુધી ચાલુ રહેશે.

બેંક ઓફ ઈંગ્લેન્ડે તેના અગાઉના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, મંદી લાંબા સમય સુધી ચાલશે, પરંતુ આ મંદી ઊંડી નહીં હોય. આમ છતાં બ્રિટનમાં સામાન્ય અસર થશે. દેશમાં હડતાલની સતત હારમાળાને કારણે પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

English summary
Britain Economic crisis : the economic recession in Britain, finance minister said, The situation will worsen before the relief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X