For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રોહિંગ્યા મુસલમાનો અમારા પર બોજો', શેખ હસીનાએ ભારતની મદદ માંગી

'રોહિંગ્યા મુસલમાનો અમારા પર બોજો', શેખ હસીનાએ ભારતની મદદ માંગી

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સોમવારે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે અને ભારતના પ્રવાસ પહેલાં તેમણે ભારતીય ન્યૂજ એજન્સી એએનઆઈને એક ઈન્ટર્વ્યૂ આપ્યું, જેમાં તેમણે રોહિંગ્યા મુસલમાનોને દેશ ઉપર 'મોટો બોજો' ગણાવ્યો છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યું કે, રોહિંગ્યા પ્રવાસી બાંગ્લાદેશ પર મોટો બોજો છે અને આ સમસ્યાના સમાધાન માટે બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સમુદાય સુધી પોતાની વાત પહોંચાડી રહ્યું છે, જેથી તેઓ પોતાની માતૃભૂમિએ પાછા જઈ શકે. તેમણે કહ્યું કે, તેમને લાગે છે ભારત આ મુદ્દાનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

રોહિંગ્યાના કારણે પડકારો વધ્યા

રોહિંગ્યાના કારણે પડકારો વધ્યા

એએનઆઈ સાથેની વાતચીતમાં શેખ હસીનાએ કબૂલ્યું કે, બાંગ્લાદેશમાં લાખો રોહિંગ્યાઓની હાજરીએ તેમના શાસન માટે પડકાર ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે, "આ અમારા માટે મોટો બોજો છે, તમે જાણો છો. ભારત એક વિશાળ દેશ છે, જ્યાં તમે આમને સમાયોજિત કરી શકો છો, પરંતુ અમારી પાસે ઘણું બધું નથી. અમારા દેશમાં અમારી પાસે 11 લાખ રોહિંગ્યા છે.. તો ઠીક છે... અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને અમારા પાડોસી દેશો સાથે પરામર્શ કરી રહ્યા છીએ, તેમણે પણ અમુક પગલાં ભરવાં જોઈએ જેથી તેઓ પાછા ઘરે જઈ શકે." બાંગ્લાદેશના પીએમે કહ્યું કે, તેમની સરકારે માનવતાને ધ્યાનમાં રાખતાં વિસ્થાપિત સમુદાયની દેખભાળ કરવાની કોશિશ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 'હા, માનવીય આધાર પર તેમને અમે શરણ આપી રહ્યા છીએ અને ઘણીબધી સુવિધાઓ પ્રદાન કરી રહ્યા છીએ. કોવિડ દરમ્યાન પણ અમે તમામ લોકોનું રસીકરણ કરાવ્યું, પરંતુ અહ્યાં તેઓ ક્યાં સુધી રહેશે? માટે તેઓ રેફ્યૂજીમાં રહી રહ્યા છે. અમારા દેશ માટે પણ ખતરો છે.'

રોહિંગ્યાથી દેશને ખતરો

રોહિંગ્યાથી દેશને ખતરો

બાંગ્લાદેશી પીએમ શેખ હસીનાએ કહ્યું કે, રોહિંગ્યા બાંગ્લાદેશ માટે ખતરો છે, કેટલાય લોકો નશીલા પદાર્થોની તસ્કરી કરી રહ્યા છે અને કેટલાય લોકો હથિયાર સંઘર્ષમાં સામેલ થઈ રહ્યા છે અને કેટલાક લોકો મહિલાઓની તસ્કરી કરી રહ્યા છે. દિવસેને દિવસે ખતરો વધી રહ્યો છે. માટે બની શકે તેટલી જલદી તેઓ પાછા ઘરે ફરે તે અમારા દેશ અને મ્યાનમાર માટે સારું છે. માટે અમે અમારા તરફથી શક્ય તમામ કોશિશ કરી રહ્યા છીએ. અમે તેમની સાથે તથા આંતરરાષ્ટ્રીય સમુદાય જેવાં કે આસિયાન અથવા યૂએનઓ તથા અન્ય દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. બાંગ્લાદેશના પીએમે કહ્યું કે, રોહિંગ્યાઓ જ્યારે અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમના દેશે રોહિંગ્યાઓને શરણ આપવા માટે રજૂઆત કરી હતી. પરંતુ હવે તેમણે પોતાના દેશ પાછા ચાલ્યા જવું જોઈએ. પરંતુ, એક પાડોશી દેશના રૂપમાં ભારત આ મામલે મોટી ભૂમિકા નિભાવી શકે છે.

ચાર દિવસીય ભારતીય યાત્રા પર

ચાર દિવસીય ભારતીય યાત્રા પર

પીએમ શેખ હસીના સોમવારથી પોતાની ચાર દિવસીય ભારત યાત્રા શરૂ કરશે. ઈન્ટર્વ્યૂ દરમ્યાન શેખ હસીનાને વિશેષ રૂપે તીસ્તા નદીના સંબંધમાં, જળ વહેંચણી પર ભારત સાથે તેમના દેશના સહયોગ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું, પડકારો છે, પરંતુ આ એવી કોઈ ચીજ નથી જેને તમે સમજણપૂર્વક ઉકેલી ના શકો. તેમણે કહ્યું કે, "બહુ દુખની વાત છે કે, તમે જેમ જાણો છો કે અમે બહુ ડાઉનસ્ટ્રીમમાં છીએ. માટે ભારતથી પાણી આવી રહ્યું છે, માટે ભારતે હજી વધુ વ્યાપક દેખાડવું જોઈએ. કેમ કે આનાથી બંને દેશને ફાયદો થશે. ક્યારેક ક્યારેક અમારા લોકોને પાણીની કમીને કારણે મોટું નુકસાન આવી રહ્યું છે. વિશેષ રૂપે તીસ્તા નદી પર ખેત ઉપજ નિર્ભર છે ત્યારે મને લાગે છે કે આ મુદ્દો ઉકેલાવો જોઈએ, પરંતુ હાં, અમે જાણ્યું કે નરેન્દ્ર મોદી આ સમસ્યા ઉકેલવા માટે ખુબ ઉત્સુક છે, પરંતુ સમસ્યા તમારા દેશ તરફથી છે. માટે અમે આશા કરીએ છીએ કે આ સમસ્યા ઉકેલાવી જોઈએ."

English summary
Burden of Rohingya Muslims on bangladesh, India should help: Sheikh Hasina
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X