Business News : વિશ્વ બેંકે ઘટાડ્યું ભારતના જીડીપીનું અનુમાન, મોંઘવારી બાબતે કહી આ વાત
Business News : વિશ્વ બેંક દ્વારા મંગળવારના રોજ પોતાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં નવા નાણાકીય વર્ષ 2024માં વપરાશમાં ઘટાડાને કારણે ભારતની જીડીપી ઘટીને 6.3 ટકા રહેવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેશની જીડીપી 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વિશ્વ બેંકે તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું છે કે, વપરાશમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓ વૃદ્ધિને અવરોધે તેવી શક્યતા છે. મોંઘા દેવા અને આવકમાં ધીમી વૃદ્ધિને કારણે જીડીપીને અસર થઈ શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, સરળ દેવું અને ધીમી આવક વૃદ્ધિ ખાનગી વપરાશ વૃદ્ધિ પર ભાર મૂકે છે. રોગચાળાને લગતા રાજકોષીય સહાયના પગલાં પાછા ખેંચવાને કારણે સરકારી વપરાશમાં પણ વૃદ્ધિ ધીમી થવાની ધારણા છે.
રિપોર્ટમાં ચાલુ ખાતાની ખાધ FY24 માં ઘટીને 2.1 ટકા રહેવાનો અંદાજ છે, જે ગયા નાણાકીય વર્ષમાં ત્રણ ટકા હતો. ફુગાવા અંગેના વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, તે હમણાં જ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 6.6 ટકાથી ઘટીને 5.2 ટકા થશે. અમેરિકા અને યુરોપના બજારમાં ચાલી રહેલી ઉથલપાથલથી ભારતીય બજાર માટે જોખમ ઊભું થયું છે.
વિશ્વ બેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માના જણાવ્યા મુજબ, યુએસ અને યુરોપના નાણાકીય બજારોમાં તાજેતરની ઉથલપાથલ ભારત સહિત ઊભરતાં બજારોમાં ટૂંકા ગાળાના રોકાણના પ્રવાહ પર જોખમ ઊભું કરે છે.
વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભારતની સેવાઓની નિકાસ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે, જે અર્થતંત્રને બાહ્ય જોખમો સામે હેજ કરવામાં મદદ કરે છે. કારણ કે, વૈશ્વિક અર્થતંત્રની ધીમી ગતિથી દેશની વેપારી નિકાસને અસર થવાની ધારણા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્વિસ સેક્ટરની નિકાસ હવે માત્ર IT સેવાઓ દ્વારા નહીં, પરંતુ કન્સલ્ટન્સી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી વધુ આકર્ષક દરખાસ્તો દ્વારા પણ ચાલે છે.












Click it and Unblock the Notifications
