કેનાડાએ શ્રીલંકાના બે પુર્વ રાષ્ટ્રપતિઓ પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેમ?
શ્રીલંકાના ચાર જાણીતા લોકો પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષે, સ્ટાફ સાર્જન્ટ સુનીલ રત્નાયકે અને લેફ્ટનન્ટ કમાન્ડર ચંદના પી હેટ્ટિયાર્ચિથે પર કેનેડાએ પ્રતિબંધ મુક્યો છે.
કેનેડાએ 4 શ્રીલંકન મોટી હસ્તીઓ પર માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિઓ ગોટાબાયા રાજપક્ષે, મહિન્દા રાજપક્ષે, સ્ટાફ સાર્જન્ટ સુનીલ રત્નાયકે અને લેફ્ટનન્ટ કમાન્ડર ચંદના પી હેટ્ટિયાર્ચિથે પર કેનેડાએ પ્રતિબંધ મુક્યો છે. તેમના પર 1983 થી 2009 દરમિયાન શ્રીલંકામાં સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ છે. કેનેડાના વિદેશ મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ જણાવ્યું કે, કેનેડાએ આજે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે આંતરરાષ્ટ્રીય મુક્તિને સમાપ્ત કરવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે. છેલ્લાં ચાર દાયકાઓમાં શ્રીલંકાના લોકોએ સશસ્ત્ર સંઘર્ષ, આર્થિક અને રાજકીય અસ્થિરતા અને માનવ અધિકારોના ઉલ્લંઘનના કારણે ઘણું સહન કરવું પડ્યું છે.
મહિન્દા રાજપક્ષે 2005 થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા. તેમના શાસન દરમિયાન ગોટાબાયા સંરક્ષણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તે બે વખત વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. વ્યવસાયે વકીલ મહિન્દા રાજપક્ષે પ્રથમ વખત 1970માં શ્રીલંકાની સંસદમાં ચૂંટાયા હતા. તેઓ 2004માં પ્રથમ વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, પરંતુ બીજા જ વર્ષે તેઓ રાષ્ટ્રપતિ પદે પહોંચ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે શ્રીલંકાની સરકાર અને સેના બંને પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ છે. શ્રીલંકામાં ગૃહયુદ્ધ દરમિયાન હજારો નાગરિકો માર્યા ગયા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
