અમેરિકી મેડિકલ એક્સપર્ટથી જાણો એ સવાલોના જવાબ જે તમારા મનમાં કોરોના વિશે ઉઠી રહ્યા છે
આખી દુનિયામાં કોરોના વાયરસના મૃતકોની સંખ્યા 7 હજારથી વધુ થઈ ગઈ છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 137 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લોકોનો મોત નીપજ્યા છે. દિલ્લીથી લઈને કેરળ સુધી દહેશત ફેલાવી રહેલ કોરોનો હવે પશ્ચિમ બંગાળ પણ પહોંચી ગયો છે. કોલકત્તામાં કોરોનાથી સંક્રમિત પહેલો દર્દી મળ્યો છે. વળી, કોરોના વાયરસ હવે ગુડગાંવ પણ પહોંચી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી મહામારીને અટકાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસ વિશે ઘણા સવાલ
પરંતુ આ દરમિયાન આ મહામારી વિશે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. જેના કારણે લોકો ભ્રમિત થઈ રહ્યા છે. લોકોના મનમાં વિવિધ પ્રકારની શંકાઓ ઉપજી રહી છે જેને દૂર કરવાની કોશિશ કરી છે અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેરિલેન્ડના ચીફ ઑફ ઈન્ફેક્શિયસ ડિસીઝ, ફહીમ યુનુસે જેમણે પોતાના ટ્વિટર હેન્ડલ @FaheemYounus દ્વારા લોકોના સવાલોના જવાબ આપ્યા છે અને આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની વાત કહી છે.

સવાલઃ શું કોરોના ગરમી વધવાથી ખતમ થઈ જશે?
જવાબઃ ના આવુ વિચારવુ ખોટુ છે, આ મહામારી મૌસમી પેટર્નના હિસાબે આગળ નથી વધી રહી, જ્યારે આપણે ત્યાં ગરમી શરૂ થાય છે ત્યારે દક્ષિણી ગોળાર્ધમાં શરદી હોય છે અને આ વાયરસનો પ્રભાવ વૈશ્વિક છે, માટે આવુ વિચારવુ યોગ્ય નથી.

સવાલઃ શું મચ્છરોના કરડવાથી કોરોના ફેલાઈ શકે છે?
જવાબઃ ના, કોરોના વાયરસનુ ઈન્ફેક્શન શ્વાસનળીથી આવતા ટીંપાથી ફેલાય છે, નહિ કે લોહીથી. એટલા માટે મચ્છરોના કારણે એ નહિ ફેલાય.
સવાલઃ સાબુ અને પાણીની સરખામણીમાં સેનિટાઈઝ વધુ સારુ છે?
જવાબઃ આવુ વિચારવુ ખોટુ છે, સાબુ અને પાણી પણ આપણી ત્વચા પરથી વાયરસને ખતમ કરે છે અને તમે તેનો વારંવાર ઉપયોગ કરી શકો છો, એટલા માટે તમે બિલકુલ ચિંતા ન કરો જો તમને હેન્ડ સેનિટાઈઝર ન મળે તો.

સવાલઃ કોરોના સંક્રમણનો ખતરો ઘરમાં પણ છે?
જવાબઃ જો તમે પોતાના ઘરમાં દર્દીની દેખરેખ ન કરી રહ્યા હોય તો તમારા ઘરમાં ઈન્ફેક્શનનો ખતરો નથી. હાથ ધોવા અને એકબીજાથી 6 ફૂટનુ અંતર જાળવવુ જ બચાવની બેસ્ટ રીત છે.
સાવચેતી જ બચાવ
કોરોના વાયરસના કારણે ઘણા રાજ્યોની શાળા-કૉલેજો, મૉલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે સંપૂર્ણપણે સાવચેતી રાખે કારણકે સાવચેતી જ બચાવ છે.

આ વાતોનુ રાખો ધ્યાન
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.
હાથમાંથી બેક્ટેરિયાથી સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકાય છે.
ભીડવાળા વિસ્તારોમાં જવાનુ ટાળો
જે લોકોને ખાંસી કે શરદી હોય તેમના સંપર્કમાં ન આવો.
પોતાના નાક-મોઢુ અને આંખોને વારંવાર ટચ ન કરો.
જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત ડૉક્ટર પાસે જાવ.
ખાંસતી કે છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખો.
આ પણ વાંચોઃ કયા બ્લડ ગ્રુપના લોકોને કોરોના વાયરસથી સૌથી વધુ જોખમ, રિસર્ચમાં થયો ખુલાસો